Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીડિયો વાયરલ થતા વિવાદ વધુ વકર્યો
ખંભાળીયા તા. ૧૦: ખંભાળીયા નગરપાલિકા દ્વારા ખાનગી કંપનીના અને ખંભાળીયાની એક ખાનગી હોટલમાં ઘન કચરાના વ્યવસ્થાપનની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વીડિયો શુટીંગ કરવા માટે મોબાઈલ લઈને પાલિકા દ્વારા અગાઉ સસ્પેન્ડ કરાયેલ એક મહિલા સફાઈકર્મી પહોંચી જતા પ્રમુખના પ્રતિનિધિ અને તેની વચ્ચે વિવાદ થતા વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી હતી. અને મિટિંગમાં પણ વિક્ષેપ પડયો હતો.
પાલિકા દ્વારા તેમને કાયમી કરાતા નથી તથા મિટિંગમાં નથી આવવા દેતા જેવા રોષ અંગે આ મહિલા સફાઈ કામદાર કે જેમણે અગાઉ ઉપવાસ આંદોલન તથા ટાવર ઉપર ચડીને દેખાવો કર્યા હતા અને ધારાસભ્ય સામે આંદોલન પણ કર્યા હતા. તેમનો મોબાઈલ પાલિકા પ્રમુખના પતિએ ઝુંટવી લઈને વીડિયો શુટીંગ કરતા અટકાવતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
જો કે, પાલિકાના ૨૮ સદસ્યો પૈકી કેટલાકને ફોનથી આમંત્રણ ના મળતા ભાગ્યે જ એક બે સદસ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. પાલિકાના હોદ્દેદારો પૈકી કેટલાક ઉપસ્થિત રહ્યા હતા. તથા ચીફ ઓફિસર તથા પાલિકા સ્ટાફની ઉપસ્થિતિમાં થયેલો આ ડખો શહેરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો તથા શિબિરમાં પણ તંગ સ્થિતિથી મિટિંગ શિબિરનું વાતાવરણ પણ ગંભીર થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial