Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન (નાત) યોજાશે

ગુજરાત  રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: આગામી ચૈત્ર સુદ ૯, તા.૨૭ માર્ચને શુક્રવારના રઘુવંશી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટય મહોત્સવ યાને રામનવમીનો પવિત્ર તહેવાર હોય તેની ઉજવણીના ભાગરૂપે શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમી પારણા અંતર્ગત તા.૨૮-૩-૨૦૨૬ ને શનિવારના જામનગર શહેરના સમસ્ત રઘુવંશી સમાજના સમૂહ જ્ઞાતિ ભોજન યાને નાતનું આયોજન જામનગરમાં કરવામાં આવેલ છે. જેના સંદર્ભે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજવામાં આવેલ હતી. જેમાં શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સદસ્ય માધવ સુખપરીયા દ્વારા કાર્યક્રમ અંતગર્ત માહિતીની જાણ કરવામાં આવી હતી.

જેમાં આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.૨૭ માર્ચને શુક્રવારના સવારે ૭-૩૦ કલાકે પાંજરાપોળમાં ગૌ માતાનું પૂજન થશે તેમજ ગૌ માતાને ઘાસ તથા લાડુ વિતરણ થશે.

તેમજ તા.૨૮ માર્ચને શનિવારના સાંજે ૫ કલાકે સ્વયંસેવક ભાઈઓ-બહેનોને સેવાકાર્યની ફાળવણી કરવામાં આવશે તથા સાંજે ૬-૩૦ કલાકે સાર શ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમુહ ભોજન તેમજ સાંજના ૭ થી ૯-૩૦ કલાકે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન (નાત)નું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત તમામ કાર્યક્રમોનું સ્થળ * અયોધ્યનગરી*, જલારામચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, હાપા માકેટીંગ યાર્ડ રોડ, નયારા પેટ્રોલ પંપ સામે, જામનગરમાં રાખવામાં આવેલ છે.

આ પ્રસંગ પાર પડે તેવા શુભ હેતુ સાથે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ અને શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્ય જીતુભાઈ લાલ દ્વારા સર્વે જ્ઞાતિજનોને પધારવા તેમજ શહેરમાં વસતા તમામ રઘુવંશી સમાજના જ્ઞાતિજનોના ઘર ઘર સુધી આમંત્રણ પત્રિકા પહોંચાડવાની તથા સર્વે જ્ઞાતિજનો રામનવમી પારણા અંતગર્ત લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન (નાત)માં પધારવા ખાસ અપીલ કરવામાં આવેલ હતી.

ઉપરોકત તમામ કાર્યક્રમો દબાદબાભેર ઉજવવા શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો સર્વે જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ,  નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી, ભરતભાઈ કાનાબાર, મનીષભાઈ તન્નાના માર્ગદર્શન મુજબ અને શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિના સર્વે સદસ્યોના નેજા હેઠળ શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સદસ્યો માધવ સુખપરિયા, અપૂર્વ કારીયા, જય રાચાણી, પાર્થ નથવાણી, આયુષ પોપટ, કબિર વિઠલાણી, કર્તવ્ય સુચક, સુજલ ખાખરીયા, આદિત્ય મજીઠીયા, શ્યામ કુંડલીયા, દેવ જોબનપુત્રા, સત્યમ તન્ના, અંકિત મહેતાની સાથે બહોળી સંખ્યામાં યુવાન કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આ તમામ કાર્યક્રમોમાં સમસ્ત લોહાણા સમાજને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે તેમ શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્ય વતિ જીતુભાઈ લાલ અને સમિતિના સદસ્યો વતી માધવ સુખપરિયાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે.

ટિફિન સેવા વ્યવસ્થા

ખાસ જ્ઞાતિજનોને જણાવવાનું કે લોહાણા જ્ઞાતિના જે અશકત - બીમાર - વયોવૃદ્ધ વડીલો પ્રસાદ લેવા આવી શકે નહી તેમના માટે ટિફિનની વ્યવસ્થા છે. આ માટે અગાઉથી નામ નોંધણી તા.૨૦ થી ૨૫ માર્ચ સુધીમાં સાંજે ૫ થી ૭ વાગ્યા દરમ્યાન શ્રી મોદી લોહાણા મહાજનવાડી, પંચેશ્વરટાવર, જામનગરમાં કરાવીને પાસ મેળવી લેવાના રહેશે. આ પાસ પર જ્ઞાતિ ભોજનના સ્થળ પરથી ટિફિન આપવામાં આવશે. વ્યવસ્થા જાળવવા માટે સહકાર આપવા જ્ઞાતિજનોને અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh