Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસની સિઝન સુધરી હોવાનો ધારાસભ્યનો કટાક્ષઃ
ઓખા તા. ૪: ઓખા બંદર પર આજે બંધ પાળવામાં આવ્યો હતો. દસેક દિવસ પછી માછીમારીની સિઝનનો પ્રારંભ થાય છે પરંતુ હજુ સુધી લાયસન્સ રીન્યુની કાર્યવાહી શરૂ ન કરાતા માછીમારો અને વેપારીઓએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. તેમની આગેવાનીમાં આજે ફીશરીઝ કચેરીએ રજૂઆત કરતા કાર્યવાહી શરૂ કરવાની બાહેધરી આપવામાં આવી છે.
માછીમારોના લાયસન્સ રીન્યુ કરવાની અટકેલી કામગીરી અંગે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે સ્થાનિક વેપારી અને માછીમારોની રજૂઆત સાંભળ્યા પછી આજે ઓખા બંદર પર બંધ પાળવામાં આવ્યો હતો અને ધારાસભ્ય પબુભાના વડપણ હેઠળ ફીશરીઝ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. દસેક દિવસ પછી માછીમારીની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માછીમારોના લાયસન્સ રીન્યુ કરવાની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવા માગણી કરાતા અધિકારીઓએ તે કામગીરી શરૂ કરી દેવાની બાહેંધરી આપી છે અને ૧પ ઓગસ્ટ પહેલાં સાયસન્સ રીન્યુ થઈ જશે તેમ જણાવતા માછીમારોમાં ખુશી વ્યાપી ગઈ છે.
તાજેતરમાં દ્વારકા પંથકમાં નકલી બોટ લાયસનસનું પ્રકરણ ગાજ્યું છે ત્યારે પોલીસ દ્વારા માછીમારીને કરાતી કથિત હેરાનગતિ અંગે મીડિયા કર્મચારીઓ સાથે વાતચીતમાં ધારાસભ્ય પબુભાએ જણાવ્યું હતું કે, આ અલગ વિષય છે, માછીમારોની સિઝન બગડી છે અને પોલીસની સિઝન છે અને ટેકાના ભાવ સારા છે. આમ, કટાક્ષ ભરેલા નિવેદનથી રમૂજ પ્રસરી હતી. ધારાસભ્યએ આ મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆતની વાત કરી છે અને સત્ય બહાર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial