Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લઘુરૂદ્ર, વિશેષ પૂજન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોઃ
જોડિયા તા. ૧૮: જોડિયાના બાદનપર નજીક આવેલા સ્વયંભૂ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરમાં મહા શિવરાત્રિ પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લઘુરૂદ્ર, ધ્વજા રોહણ, મહાદેવજીનું વિશેષ પૂજન, મહાઆરતી, ઢોલ-નગારા અને ઝાલરના નાદ સાથે ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી. મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
આ પાવન પ્રસંગે જોડિયા સ્થિત શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડીએથી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વાજતે-ગાજતે ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જોડિયા, બાદનપર અને આસપાસના ગામોમાંથી ભાવિક ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા ઁ નમઃ શિવાય, હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial