Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.પોણા આઠ લાખના વાયરની ચોરીની ફરિયાદઃ
જામનગર તા. ૨૦: ખંભાળિયા શહેરમાં વીજ કંપનીની આવેલી વિભાગીય કચેરીના સ્ટોર રૂમમાં રાખી મુકવામાં આવેલા એલ્યુમિનિયમના જૂના વાયરના ગુંચડાઓમાંથી નવેક દિવસમાં કોઈ શખ્સો રૂ।.પોણા આઠ લાખની કિંમતના ૧ર ગુંચડા ચોરી ગયા છે. એલ્યુમિનિયમના આ વાયરની ચોરીની વીજકર્મીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
ખંભાળિયા શહેરમાં આવેલી એક નર્સિંગ સ્કૂલ નજીક પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વિભાગીય કચેરીનો સ્ટોર રૂમ આવેલો છે. તે સ્ટોર રૂમમાં ગઈ તા.૯ની સાંજથી તા.૧૮ની બપોર દરમિયાન કોઈ તસ્કર ઘૂસી ગયા હતા.
આ સ્ટોર રૂમમાં વીજ કંપનીના સ્ટાફ દ્વારા જુદા જુદા સ્થળેથી કાઢવામાં આવેલા એલ્યુમિનિયમના જૂના વાયર (કંડક્ટર)ના ગુંચડા રાખી મૂકવામાં આવ્યા હતા. તે ગુંચડામાંથી ઉપરોક્ત સમયગાળા દરમિયાન કોઈ શખ્સોએ ૧૨ ગુંચડા ઉઠાવી લીધા છે. અંદાજે રૂ।.૭ લાખ ૭૭ હજારની કિંમતના ૩૭૦૦ કિલો વજનના એલ્યુમિનિયમના વાયરની ચોરીની વીજ કંપનીના કર્મચારી યતીશભાઈ મનસુખભાઈ શિંગાળાએ પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial