Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલની શાળાના એનસીસીના વિદ્યાર્થીઓ માટે સેમિનારઃ આઠ કેડેટ્સ નિ-ક્ષય મિત્ર તરીકે જોડાયા

ટીબી મુકત ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે, ધ્રોલમાં બી.એમ. પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના એનસીસીના વિદ્યાર્થીઓ માટે ટીબી રોગ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં શાળાના ૮ કેડેટ્સ 'નિ-ક્ષણ મિત્ર' તરીકે જોડાઈને ટીબી નાબૂદીના રાષ્ટ્રીય સંકલ્પ લઈ સહભાગી બન્યા હતા.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ તેમજ ધ્રોલ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ફોજેના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસબીસીસી ચિરાગ પરમાર અને ધ્રોલ તાલુકાના ટીબી સુપરવાઈઝર રક્ષિત વાછાણી દ્વારા બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ના ૭૦થી વધુ એનસીસીના વિદ્યાર્થીઓને ટીબી રોગના ફેલાવા, તેના લક્ષણો, નિદાન અને સારવાર અંગે તેમજ સરકાર દ્વારા અપાતી નિ-ક્ષય પોષણ યોજના વિશે સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એનસીસીના વિદ્યાર્થીઓને ટીબી રોગ વિશે માર્ગદર્શન આપવાનો મુખ્ય હેતુ એ હતો કે ટીબી રોગની સારવાર ૬ મહિનાની કે તેથી વધુ સમયની હોય છે અને આ લાંબા ગાળા દરમિયાન દર્દીને માનસિક આધારની જરૂર હોય છે. આથી, જરૂર લાગે તો વિદ્યાર્થીઓ દર્દીને પ્રાથમિક માર્ગદર્શન અને ભાવનાત્મક આધાર પૂરો પાડી શકે. આ સેવા રૂપી કાર્યમાં એનસીસીના વિદ્યાર્થીઓ 'નિ-ક્ષય મિત્ર' તરીકે જોડાઈને માનવસેવા માટે સક્રિય બન્યા છે.

આ જનજાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ નિર્મલ એન. ઉપાધ્યાય અને શાળાના એનસીસી ટ્રેનર ભારાભાઈ ગઢવી દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh