Advertisement
Author: નોબત સમાચાર

હાપા યાર્ડ પાસે ઓવરબ્રિજ પર કચરાની ગાડી દ્વારા અકસ્માતઃ વિદ્યાર્થીના બંને પગ ભાંગ્યા

ચાલુ મહિનામાં જ શરૂ થઈ રહી છે પરીક્ષાઓઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ નજીક ઓવરબ્રિજ પર આજે સવારે કચરાની ગાડીએ એક વિદ્યાર્થીને હડફેટે લેતા આ યુવાનને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. આ મહિનામાં જ ધો.૧૨ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આ વિદ્યાર્થીના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થઈ ગયો છે. કચરાની ગાડીના અકસ્માતના અગાઉના બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે.

જામનગર નજીક હાપા પાસે આવેલા ઓવરબ્રિજ પરથી આજે સવારે ધો.૧રમાં અભ્યાસ કરતો શિવ શૈલેષભાઈ રાઠોડ નામનો યુવક પસાર થતો હતો ત્યારે તેને પુરપાટ ઝડપે ધસી આવેલી કચરાની ગાડીએ હડફેટે લેતા આ વિદ્યાર્થીના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. અકસ્માતના પગલે ત્યાં હાજર લોકો દોડી ગયા હતા. એમ્બ્યુલન્સ મારફત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થળ પર પહોંચેલી ૧૦૮ની ટીમે કચરા ગાડીના ડ્રાઈવરને સાથે હોસ્પિટલ લઈ લીધો હતો. જ્યાં મોબાઈલ પર વાત કરવાના બહાને તે શખ્સ નાસી ગયો છે. તેની પાસે લાયસન્સ પણ ન હોવાનું બહાર આવ્યંુ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કચરાની ગાડીએ કેટલાક નાના મોટા અકસ્માતો સર્જયા છે. તે પછી પણ આ વાહનોના ચાલકો ધીમે વાહન ચલાવતા નથી અને નિર્દોષ નાગરિકોને હડફેટે લઈ હોસ્પિટલમાં મોકલી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh