Advertisement
Author: નોબત સમાચાર

કાલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીઃ ૯૯માંથી ૨૩ ઉમેદવારો ચૂંટાશે

મનોજભાઈ અને મણીભાઈ અનડકટ બન્ને બીસીજીના ચેરમેન ચૂંટાયા હતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ આવતીકાલે યોજાનાર બારકાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં રાજ્યના ૮૦ હજાર વકીલો ૯૯માંથી ૨૩ ઉમેદવારો ચૂંટાશે.

આવતીકાલે તા. ૬-૩-૨૦૨૬ ના યોજાનાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બરોની ચૂંટણી બાર કાઉન્સીલ વકિલોની માતૃ સંસ્થા છે. અને વકિલોની સનદ આપવી વકિલોની સામે ડિસેપ્લીનરી પગલા લેવા તેમજ વકિલોને મૃત્યુ સહાય આપવી તેમજ વકિલોને માંદગી સબબ સહાય આપવી તેમજ વકિલોને લગતા તમામ પ્રશ્નોનું નીરાકરણ કરવું એવી દર પાંચ વર્ષે આવતી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બરોની ચૂંટણીમાં આ વર્ષે આ ચૂંટણીમાં કુલ ૯૯ ઉમેદવારો મેદાનમાં છે.

આમાંથી ૨૩ ઉમેદવારો મેમ્બર તરીકે ચૂંટાશે. અને જેમાં પાંચ મહિલા ઉમેદવાર ચૂંટાશે. તેમાંથી ચેરમેન, વાઈસ ચેરમેન કે અન્ય હોદેદારોની ચૂંટણીઓ થશે. સમગ્ર ગુજરાતના ૮૦,૦૦૦ મતદારો તેનો મત અધિકારનો ઉપયોગ કરશે.

જામનગરમાંથી મનોજ અનડકટે ઉમેદવારી કરેલ છે. અને આ મનોજ અનડકટની ચોથી ટર્મ થશે. અગાઉ ત્રણ વખત મનોજ અનડકટ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે ચૂંટાયેલ છે. અને તેઓ સને ૨૦૧૪માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન અને ૨૦૨૧ની સાલમાં એકઝીકયુટીવના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. તેમજ સને ૨૦૨૪થી ૨૦૨૫ સુધી એનરોલમેન્ટ કમિટીના ચેરમેન તરીકે રહી ચુકેલ છે.

એ પણ ઉલ્લેખનિય છે કે મનોજ અનડકટ જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી સ્વ. મણીભાઈ અનડકટના પુત્ર છે. અને સ્વ. મણીભાઈ અનડકટ પણ અગાઉ છ ટર્મ સુધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે ચૂંટાયેલ અને સને ૧૯૮૪ થી સને ૧૯૮૬ સુધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે પણ રહી ચુકેલ છે.

મનોજ અનડકટે છેલ્લા બે માસ થયા સમગ્ર ગુજરાતમાં તેમનો પ્રચાર કરેલ છે. મનોજ અનડકટ ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સભ્ય પણ છે, તેમજ તેઓ સૌરાષ્ટ્ર કચ્છ લીગલ સેલના કન્વીનર પણ રહી ચુકયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh