Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ મૂળ નવાગામના સવિતાબેન વેલજીભાઈ ગોહિલ (ઉ.વ. ૭પ), તે અશ્વિનભાઈ ગોહિલ, એમ.પી. શાહ મેડિકલ કોલેજના એનોટોમી ડિપાર્ટમેન્ટના હેડ ડો. દિલીપ ગોહિલ, અનિલાબેન જયેશુકુમાર રાઠોડના માતુશ્રીનું તા. ૬-ર-ર૦ર૬ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૭-ર-ર૦ર૬, શનિવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ ગં.સ્વ. સુશીલાબેન કનકશંકર જોષી (ઉ.વ. ૯૩), તે સ્વ. કનકશંકર વેણીશંકર જોષીના પત્ની, સુનિલભાઈ, રક્ષાબેન ચંદુલાલ વ્યાસ, નયનાબેન બકુલભાઈ ભટ્ટ, દક્ષાબેન કિરીટભાઈ ત્રિવેદી, મયુરીબેન સંતોષભાઈ રાવલ તથા કવિતાબેન વિમલભાઈ પુરોહિતના માતા તેમજ રૂપાબેન સુનિલભાઈ જોષીના સાસુમાનું તા. પ-ર-ર૦ર૬, ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૬-ર-ર૦ર૬, શુક્રવારના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
રાજકોટ નિવાસી (મૂળ ભલસાણ બેરાજા) પ્રવિણભાઈ પ્રેમજીભાઈ ટંકારીયા અને લલીતાબેન પ્રવિણભાઈ ટંકારીયા તે સ્વ. ગુણવંતભાઈના ભાઈ-ભાભી, સ્વ. બીનાબેન મહેશકુમાર ફુમકીયા, કેતનભાઈ, મનીષભાઈના પિતા-માતા, ભગવાનજીભાઈ સવજીભાઈ સોલંકી (ધ્રોલ)ના જમાઈ-પુત્રીનું અવસાન થયું છે. સદ્ગતનું બેસણું અને પિયરપક્ષની સાદડી તા. ૫-૨-૨૬ના સાંજે ૪ થી ૬ નીલકંઠ મહાદેવ મંદિર, ભારતીનગર-૪, કોર્નર, રાજકોટમાં રાખવામાં આવી છે.