Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની ૧૮૧ અભયમ ટીમની સરાહનીય કામગીરીઃ
જામનગર તા. ૬: *સેવા પરમો ધર્મ*ના સૂત્રને જામનગરની ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ છે.
જામનગરમાં દાંતની સારવાર અર્થે આવેલી એક વિદેશી મહિલા કૌટુંબિક કારણોસર માનસિક રીતે ભાંગી પડતા ૧૮૧ અભયમની ટીમે સમયસૂચકતા વાપરી તેને સુરક્ષિત રીતે ડિપ્રેશનમાંથી બહાર લાવી પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મહિલા જામનગરની એક હોટલમાં રોકાયા હતા, તે દરમિયાન પોતાની દીકરીનો ફોન આવતા કોઈ અંગત કારણોસર તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા. માનસિક તણાવ એટલી હદે વધી ગયો હતો કે મહિલાએ પોતાની જાતને હોટલના રૂમમાં કેદ કરી લીધી હતી અને અતિશય ચિંતાને કારણે તેઓ બેભાન જેવી અવસ્થામાં ફસાઈ ગયા હતા.
હોટલ સ્ટાફ દ્વારા આ ગંભીર પરિસ્થિતિ અંગે ૧૮૧ હેલ્પલાઇન પર સંપર્ક કરવામાં આવતા જામનગર અભયમ ટીમના કાઉન્સેલર મનિષા આર. વઢવાણા, એ.એસ.આઈ. તારાબેન અને પાયલોટ ભાયાભાઈ જોગલ પળવારનો પણ વિલંબ કર્યા વગર તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
શરૂઆતમાં મહિલા અત્યંત ડરેલી અને અસુરક્ષિત અનુભવતી હતી, પરંતુ અભયમની ટીમે ખૂબ જ ધીરજપૂર્વક તેની સાથે વાતચીત શરૂ કરી હતી. ટીમના સભ્યોએ મહિલાને જરૂરી ભાષાકીય અને માનસિક ટેકો પૂરો પાડી તેના મનમાં ચાલતી ગડમથલ શાંત કરી હતી. લાંબા સમયના સચોટ કાઉન્સેલિંગ બાદ મહિલાએ રડવાનું બંધ કર્યું હતું અને ધીમે-ધીમે સામાન્ય અવસ્થામાં પરત ફર્યા હતા. ૧૮૧ ની ટીમે વિદેશી મહેમાનની સુરક્ષા અને સ્વાસ્થ્ય જાળવીને માનવતા મહેકાવી હતી, જે બદલ મહિલા અને હોટલ સ્ટાફે ટીમનો હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial