Advertisement
Author: નોબત સમાચાર

હાલાર સહિત રાજ્યના ૧૨ જિલ્લામાં આવતીકાલે પવન સાથે માવઠાની આગાહી

ભારતીય હવામાન ખાતા દ્વારા

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૬: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ આવી રહ્યું છે. આવતીકાલે હાલાર સહિત ૧૨ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ભર ઉનાળે ગરમી વચ્ચે હવે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે તા. ૭ એપ્રિલે રાજયના છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર,મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંની સંભાવના છે. વરસાદ દરમ્યાન ૩૦ થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન સ્થિર રહેશે, પરંતુ ત્યાર બાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થતા ગરમીનો પારો ફરી ઉંચકાય તેવી શક્યતા છે. ૧૨ એપ્રિલ પછી ફરીથી હવામાન સૂકું થઈ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh