Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર અને ઓખાના નભમાં નવતર નજારો
જામનગર તા. રઃ ગઈકાલે જામનગર અને ઓખા અવકાશમાં સૂર્યની આસપાસ અજોડ પ્રકાશ વલય 'પ્રભામંડળ' ઘટનાએ ખગોળ પ્રેમીઓમાં ઉત્સુક્તા જગાવી હતી.
જામનગર અને ઓખામંડળના અવકાશમાં ગઈકાલે બપોરના સમયે સૂર્યની આસપાસ ઝાંખું પ્રકાશવાળું વર્તુળ દેખાતા લોકોમાં આશ્ચર્ય સાથે ઉત્સુક્તા જોવા મળી હતી. આ દૃશ્યને વૈજ્ઞાનિક રીતે 'પ્રભામંડળ' તરીકે ઓળખવામાં આવે છે.
ખગોળવિદ્યાના જાણકારોના જણાવ્યા મુજબ વાતાવરણમાં ભેજ વધવાથી પાતળા વાદળોમાં રહેલા બરફના સક્ષ્મ સ્ફટિકોમાંથી સૂર્યપ્રકાશ પસાર થવાથી તેનું વક્રિભવન થાય છે. પરિણામે સૂર્યની આસપાસ તેજસ્વી ગોળાકાર રિંગ સર્જાય છે.
આ પ્રભામંડળ સામાન્ય રીતે સફેદ પ્રકાશના વલયરૂપે દેખાય છે, જો કે ઘણીવાર તેમાં હળવા રંગોની ઝાંખી પણ જોવા મળે છે. ક્યારેક આ દૃશ્ય નિસ્તેજ મેઘધનુષ જેવું લાગે છે, જેમાં અંદર તરફ લાલ અને બહાર તરફ વાદળી રંગ દેખાય છે. ખગોળ મંડળના સંયોજક કિરીટ શાહએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઓપ્ટિકલ ઘટના વાતાવરણમાં રહેલા બરફના સ્ફટિકો દ્વારા પ્રકાશના વકીભવન, પ્રતિબિંબ અને વિક્ષેપના કારણે સર્જાય છે. સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં આ દૃશ્ય જોવા મળવાની શક્યતા વધુ હોય છે, પરંતુ આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. આ અનોખી કુદરતી ઘટના જોવા માટે અનેક ખગોળ પ્રેમીઓએ આકાશ તરફ નજર કરી અને આનંદ માણ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial