Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં શ્રી આર્યસમાજ સંચાલિત
જામનગર તા. ૬: શ્રી આર્યસમાજ જામનગર દ્વારા સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયમાં ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહના અધ્યક્ષ શ્રી આર્યસમાજ-જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર રહ્યા હતા અને તેમના દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં શ્રી આર્યસમાજ-જામનગરના માનદ મંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, ઉપપ્રમુખ વિજયભાઈ ચૌહાણ, ઉપમંત્રી મનોજભાઈ નાંઢા, અંતરંગ સદસ્ય ભરતભાઈ આશાવર, આર્ય વિદ્યા સભા-જામનગરના સદસ્ય રામભાઈ બરછા, શ્રી આર્યસમાજના નિમંત્રિત અંતરંગ સદસ્ય વિશ્વાસભાઈ ઠક્કર, સતપાલજી આર્ય, સુનીતાબેન ખન્ના, સભાસદ કલાદેવી આર્ય, શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, શિક્ષિકા બહેનો અને વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના બંધારણ અંગે વકતૃત્વ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીપકભાઈ ઠક્કર અને શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધર્મિષ્ઠાબેન ગોહિલએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial