Advertisement
Author: નોબત સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પૂર્વ આયોજન ઘડવા યોજાઈ બેઠક

સંપૂર્ણ સજ્જતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવા અને લોકજાગૃતિ માટે કલેકટરનું આહવાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર પી.બી. પંડયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શીતા માટે સ્ટ્રોંગરૂમ પર સીસીટીવી સાથે ઝીણવટભર્યું મોનિટરીંગ તેમજ મત વિસ્તારોમાં મતદાન જાગૃતિ વધારવા કલેકટરે આહવાન કર્યું હતું.

જામનગર તા. ૧૩: આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, જેના ભાગરૂપે વિવિધ નોડલ અધિકારીઓ તથા ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી તથા ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની જિલ્લા કલેકટર પી.બી. પંડયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટરે ચૂંટણી અન્વયે નક્કી કરાયેલ સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ મતદાન મથકોની સ્થિતિ અને ઝોનલ રૂટની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. સાથે જ રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરોની વ્યવસ્થા, સ્ટ્રોંગરૂમ તથા મત ગણતરી કેન્દ્રોની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરે ખાસ કરીને સર્વિસ વોટર્સ માટેની કામગીરી, પોલીંગ અને કાઉન્ટીંગ સ્ટાફની નિમણૂક તેમજ તેમની તાલીમ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા પર ભાર મુકયો હતો.

ચૂંટણીલક્ષી સામગ્રીની ઉપલબ્ધતા અને પોલીંગ સ્ટાફ, પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીસ તેમજ હોમગાર્ડ સ્ટાફના પોસ્ટલ બેલેટ અંગે પણ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી.

વધુમાં, કલેકટરે જન જાગૃતિ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ઈવીએમ નિદર્શન યોજવા અને મતદાન મથકોનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા એસવીઈઈપી અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિઓ વેગવંતી બને તે માટે નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્ટ્રોંગરૂમમાં સીસીટીવી કેમેરા અને મત ગણતરી કેન્દ્રો પર જનરેટર જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવાના આદેશો પણ આ બેઠકમાં અપાયા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જન જાગૃતિ અંગેની વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરવા પર કલેકટરે ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનિ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એસ. એમ. કાથડ તથા મતદાર યાદી, પોલિંગ સ્ટાફ, ઈવીએમ, ચૂંટણીલક્ષી તાલીમ, આચાર સંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ચૂંટણી ખર્ચ દેખરેખ, મતદાર જાગૃતિ, વાહન સંપાદન, પ્રચાર-પ્રસાર, કોમ્પ્યુટરાઈઝેશન, મત ગતણરી કેન્દ્ર સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળતા નોડલ તથા ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh