Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના સુધાધુના ગામ પાસે બાઈક સાથે ભુંડ ટકરાતા મહિલાનું મૃત્યુઃ પુત્રને ઈજા

સીંગલ પટી રોડ પર મોત બની ભુંડ આડું ઉતર્યું:

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૨૦: ધ્રોલ તાલુકાના સગારીયા ગામના માતા-પુત્ર ગયા રવિવારે રાત્રે સુધાધુના ગામથી બાઈક પર પરત ફરતા હતા ત્યારે સીંગલ પટી રોડ પર રાત્રિના અંધારામાં ખેતરમાંથી દોડીને નીકળેલા એક ભુંડ સાથે બાઈક ટકરાઈ પડતા માતા-પુત્રને ઈજા થઈ હતી. જેમાંથી માતાનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પુત્રનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રોલ તાલુકાના સગારીયા ગામના સોનલબેન ધીરજભાઈ ૫ીપરીયા (ઉ.વ.૪૩) તથા તેમના પુત્ર ધવલભાઈ (ઉ.વ.ર૦) ગયા રવિવારે સાંજે મોટરસાયકલ પર ધ્રોલના સુધાધુના ગામથી સગારીયા ગામ જવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે સુધાધુના નજીકના સીંગલ પટી રોડ પર પહોંચ્યા ત્યારે અચાનક જ એક ખેતરમાંથી દોડીને ભુંડ બહાર આવ્યું હતું અને મોટરસાયકલ સાથે ટકરાઈ પડ્યું હતું. જેના પગલે મોટરસાયકલ સ્લીપ થતાં સોનલબેન તથા ધીરજભાઈ ફંગોળાઈ ગયા હતા. ઈજા પામેલા માતા-પુત્રને સારવારમાં ખસેડવામાં આવ્યા ત્યાં સોનલબેનને હેમરેજ થઈ ગયાનું જાહેર થયું હતું. આ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પુત્ર ધવલભાઈએ પોલીસને જાણ કરી છે. ધ્રોલ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh