Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્યએ ખેલાડીઓને પાઠવ્યા અભિનંદનઃ
જામનગર તા. ૧૮: તાજેતરમાં સુરતમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં જામનગરની રાધે સ્કેટીંગ રીંગ નાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ ૧૪ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. જે બદલ જામનગર દક્ષિણનાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય સ્તરે પણ આવી જ સફળતા મળે એવી શુભકામના પાઠવી હતી તથા કોચ રાધે જોઇસરની પ્રતિભા અને સંચાલક જ્યોતિબેન જોઇસરનાં માર્ગદર્શનને પણ બિરદાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ખેલ મહાકુંભમાં રાધે સ્કેટિંગ રીંકના કર્ણવ કનખરાએ ૨ ગોલ્ડ મેડલ જીત્યા હતા, દર્શિત કનખરાએ ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર, ભવ્ય પરમારે ૧ સિલ્વર, પરમ ફલિયાએ ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર, જય ઠક્કરે ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ, ઈરા મહેતાએ ૧ સિલ્વર, મંથન નંદાએ ૧ બ્રોન્ઝ, પ્રિયાંશ નંદાએ ૧ ગોલ્ડ, દ્રોણ નંદાએ ૧ ગોલ્ડ તેમજ હયંગ નંદાએ ૧ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial