Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાતમાંથી નવ વોર્ડ અને બેઠકો વધીને ૩૬ થતાં
ખંભાળિયા તા. ૪: સામાન્યરીતે પાલિકા ચૂંટણીમાં વોર્ડમાં મતદારોની વધુ સંખ્યા જે જ્ઞાતિની હોય તે જ્ઞાતિના ઉમેદવારની જીતની સંભાવના વધતી હોય છે, જ્યારે ખંભાળિયા પાલિકામાં સાતને બદલે ૧પ વોર્ડ થતાં તથા તેમાં પણ ૩૬ બેઠકો થતાં નવી વોર્ડ રચનામાં નવા જ્ઞાતિ સમિકરણો અનેક વોર્ડમાં રચાયા છે.
વોર્ડ એક જોઈએ તો ૪૮પ૬ મતદારોમાંથી ૮પ૦ સતવારા, ૭પ૦ ગઢવી, ૪પ૦ બ્રાહ્મણ, ૪પ૦ લોહાણા, ૪૦૦ દલિત, ૩૦૦ પ્રજાપતિ છે. વોર્ડ બે માં ર૦૦૦ દલવાડી (સતવારા), ૭પ૦ આહિર, ૬પ૦ લોહાણા, ૬રપ બ્રાહ્મણ, અન્ય ૧૯૦૦ છે. વોર્ડ-૩ માં ૯૦૦ મુસ્લિમ, ૪૦૦ બ્રાહ્મણ, ૪પ૦ લોહાણા, રપ૦ સતવારા, ૩૦૦ વાલ્મિકી, ૩૦૦ પ્રજાપતિ છે. વોર્ડ ચારમા ૮૦૦ અનુ.જાતિના મતદારો ૯૦૦ મુસ્લિમ, ૬૦૦ બ્રાહ્મણ, ૪પ૦ લુહાર, ૩૦૦ લોહાણા છે.
વોર્ડ-પાંચમાં બે હજાર મુસ્લિમ, ૩૦૦-૩૦૦ બ્રાહ્મણ અને લોહાણા, ૩પ૦ ગઢવી અને ૯૦૦ અન્ય છે. વોર્ડ-૬ મા ૯૦૦ સતવારા, ૮૦૦ બ્રાહ્મણ, છસો લોહાણા, ૩૦૦ સોની છે. વોર્ડ-૭ મા ૧ર૦૦ સતવારા, ૯૦૦ અનુ.જાતિના, ૧૦૦૦ લોહાણા, ૪૦૦ ગઢવી, ૪૦૦ રાજપૂત, અન્ય પ૦૦ જેટલા છે. વોર્ડ-૮માં ૮૦૦ લોહાણા, ૭૦૦ બ્રાહ્મણ, ૪૦૦ પ્રજાપતિ, ૭૦૦ મુસ્લિમ, રપ૦ આહિર છે, તો વોર્ડ ૯ મા ૯૦૦ લોહાણા, ૭૦૦ રાજપૂત, ૮૦૦ ગઢવી, ૬પ૦ બ્રાહ્મણ, ૪૦૦ અનુ.જાતિ અન્ય ૧પ૦૦ સાથે ૬૪૪૯ મતદારો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial