Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકની ઓળખ આપવા પોલીસનો અનુરોધઃ
જામનગર તા. ૧૩: જામનગરની જી.જી. હોસ્પિટલમાં મેડિકલ કોલેજ પાસે ઓટા પરથી ગઈકાલે બપોરે ચાલીસેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા યુવાન મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે મૃતકની ઓળખ આપવા જાહેર જનતાને અનુરોધ કર્યાે છે.
જામનગરની જી.જી. હોસ્પિટલના પટાંગણમાં કોલેજ નજીક ઓટા પરથી ગઈકાલે બપોરે એક અજાણ્યા પુરૂષ બેભાન જેવી હાલતમાં જોવા મળતા સમાજસેવક હિતેશગીરી ગોસાઈએ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ પુરૂષને કોઈ બીમારીના કારણથી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા એએસઆઈ બી.કે. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળ્યો છે. અંદાજે ચાલીસેક વર્ષની વયના લાગતા આ પુરૂષના શરીર પર કાળા તથા પીળા રંગની ચેક્સવાળો શખ્સ તેમજ ખાખી કલરનું પેન્ટ જોવા મળ્યું છે. ઘઉંવર્ણાે વાન, મધ્યમ બાંધો ધરાવતા ઉપરોક્ત મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન-૬૩૬૯૬ ૨૯૩૫૩ અથવા ૭૯૮૪૧ ૪૦૩૬૧નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial