Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુરમાં ૪ ઈંચ, ભાણવડમાં દોઢ અને ખંભાળીયામાં એક ઈંચ વરસાદ પડ્યો
દ્વારકા તા. ૫ઃ ધર્મનગરી દ્વારકામાં મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ આજે પાંચ ઈંચ જેવો ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ભારે વરસાદ વચ્ચે પણ અનેક યાત્રિઓ સવારે મંગળા આરતીના દર્શન માટે પહોંચ્યા હતા અને નહિવત માત્રામાં સ્થાનિકો પણ દર્શન માટે પહોંચ્યા હતા. અને વરસાદના વધામણાં કરી ઠાકોરજીના ચરણોમાં મસ્તક નમાવ્યું હતું. તો અબોટી બ્રાહ્મણોએ વરસતા વરસાદમાં પણ દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર ધ્વજાજીનું અડધા દંડે આવરણ કર્યું હતું.
નગરના ભદ્રકાલી ચોક, ઈસ્કોન ગેઈટ સહીતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે, સામાન્ય જનજીવન પર તેની કોઈ અસર થવા પામી ન હતી.
જ્યારે સમુદ્ર કિનારે ભારે પવનનાં કારણે મોજા ઉછળ્યા હતા. દ્વારકાના આજુબાજુના વિસ્તરોમાં પણ સારા વરસાદના વાવડ છે. જેથી ચેકડેમોમાં પાણીની આવક થતા ગ્રામ્ય નો અનેક ગ્રામ્ય રસ્તાઓ બંધ થયાના પણ વાવડ છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં પણ આજે ચાર ઈંચ જેટલો ભારે વરસાદ થતાં સમગ્ર પંથકમાં પાણી-પાણી થઈ જવા પામ્યું છે. જયારે ભાણવડમાં આજે દોઢ ઈંચ અને ખંભાળીયામાં એક ઈંચ વરસાદ થયો છે. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સાર્વત્રિક મેઘમહેર થવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial