Advertisement
Author: નોબત સમાચાર

પર્યાવરણ મૂલ્યાંકન સંદર્ભે કરાયું ગ્રીન ઓડીટ

જામનગરની ડી.કે.વી. કોલેજમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરની ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલના ક્રાઈટેરિયા અંતર્ગત પર્યાવરણ સંતુલન મૂલ્યાંકન સંદર્ભે ગ્રીન ઓડીટથી પ્રક્રિયા આઈક્યુએસી દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માન્ય નિષ્ણાત અને અધિકારીઓ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતાં. ઓડિટ પેનલમાં આત્મીય યુનિ.ના ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના ડાયરેક્ટર ડો. રવિ ટાંક તથા અન્ય અધિકારીઓ જોડાઈને કોલેજ કેમ્પમાં પર્યાવરણીય બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓને પણ પર્યાવરણીય સંતુલન અને એના માટેની પૂરક માહિતી આપવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીથી કોલેજની હવાના સેમ્પલ કલેક્ટ કર્યા હતાં. જેનું લેબોરેટરીમાં અનાલીસીસ કરી એનો રિપોર્ટ આપવામાં આવશે.

આ ઉપરાંત કોલેજ કેમ્પસમાં વૃક્ષોનું નિરીક્ષણ કરી પાણીના નમૂના લેવાયા હતાં. પ્રિન્સીપાલ ડો. પી.વી. બાણુગારીયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સંકલન ડો. એચ.પી. સીંચ (આઈક્યુએસીના કો. ઓર્ડીનેટર)એ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh