Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતના આદેશ પછી પણ થતી ન હતી ચૂકવણીઃ
જામનગર તા. ૧૧: જામનગરના એક શિક્ષકનું ફરજકાળ દરમિયાન અવસાન થયા પછી તેઓના હક્ક-હિસ્સાની રકમ ચૂકવાતી ન હતી તે માટે અદાલતનો આશરો લેવાયા પછી પણ અદાલતના આદેશ મુજબ રકમની ચૂકવણી થઈ ન હતી. આખરે અરજદાર પરિવારે હુકમના પાલન માટે દરખાસ્ત કરતા અને અદાલતે જપ્તી વોરંટ કાઢતા માત્ર પાંચ જ દિવસમાં આ પરિવારને તેમના હક્કની રકમ ચૂકવી આપવામાં આવી છે.
જામનગર જિલ્લાના એક શિક્ષકનું ફરજકાળ દરમિયાન મૃત્યુ નિપજતા તેમના પરિવારજનોએ હક્ક-હિસ્સો મેળવવા માટે અદાલતનો આશરો લેવો પડ્યો હતો. અદાલતમાં તે દાવો ચાલી જતાં અવસાન પામનાર શિક્ષકના પરિવારને હક્ક તથા હિસ્સો ચૂકવી આપવા અદાલતે આદેશ કર્યાે હતો.
તે આદેશ પછી લાંબો સમય વિત્યે હક્ક તથા હિસ્સાની રકમ જમા કરાવવામાં ન આવતા શિક્ષક પરિવાર દ્વારા હુકમના પાલન માટે દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી. તે દરખાસ્ત અન્વયે પણ શિક્ષણ વિભાગ દ્વારા રકમ જમા ન કરાવાતા અદાલતે શિક્ષણ વિભાગની કચેરી માટે જપ્તી વોરંટ ઈસ્યુ કર્યુ હતું.
તે વોરંટની બજવણી માટે તજવીજ કરાતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દસ દિવસમાં તે રકમ જમા કરાવવાની બાહેધરી અપાઈ હતી. તેથી અદાલત દ્વારા સમય આપવામાં આવ્યો હતો. ત્યારપછી હરકતમાં આવેલા તંત્ર દ્વારા મંજુરી માટે તાબડતોબ કાર્યવાહી કરાતા પાંચ જ દિવસમાં તે તમામ મંજૂરીઓ મળી જવા પામી હતી અને શિક્ષક પરિવારને તેમની હક્ક-હિસ્સાની રકમ પ્રાપ્ત થઈ જવા પામી હતી. અરજદાર શિક્ષક પરિવાર તરફથી વકીલ અનિલ મહેતા, અર્જુનસિંહ સોઢા, વિવેક જાની, ભરત વસરા, પાયલ રાઠોડ, દેવીબેન ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial