Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગઈકાલે રાષ્ટ્રીય એકતા બાઈક રેલી યોજાઈ

'રાષ્ટ્ર પહેલાં- આપણે સૌ એક' અભિયાન હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭ઃ રાષ્ટ્ર પહેલા- આપણે સૌ એક, અન્વયે ગઈકાલે રાષ્ટ્રીય એકતા રેલી યોજાઈ હતી. લાલ બંગલાથી શરૃ થઈ હતી. અને શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી.

આ રાષ્ટ્રીય એકતા રેલીનો મુખ્ય હેતુ દેશમાં વધી રહેલી ભાષાકિય, પ્રાંતિય અને સાંસ્કૃતિક ભેદભાવથી માનસિકતા દૂર કરવાનો છે. ભારતથી શકિત તેની વિવિધતામાં છે. કોઈ પણ રાજ્ય હોય, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ કે દક્ષિણ કોઈપણ હોય આપણે સૌ એક છીએ.

છેલ્લા સમયમાં કેટલાક નિવેદનો અને બનાવોએ સમાજમાં ફાટ પાડવાનો પ્રયાસ થયો હોવાનું જોવા મળ્યુ છે. રાજ ઠાકરે દ્વારા અપાયેલ નિવેદન યુપી, બિહાર, વાળાને લાત મારૃ એ ન માત્ર અસ્વીકાર્ય છે પરંતુ દેશની એકતા અને બંધારણની ભાવનાં વિરૃદ્ધ છે.

ભારત કોઈ એક રાજ્યનું નહી ૧૪૦ કરોડ ભારતીયનું છે. તેના વિપરીત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડે છે. જે દેશને સ્પષ્ટ સંદેશ આપે છે કે, ભારતની ઓળખ ભાષા કે પ્રાંત નથી, પરંતુ પરસ્પર પ્રેમ અને ભાઈચારાથી છે. દહેરાદુનની ઘટનામાં એન્જલ નામનાં યુવકને ચીની માંખો કહીને મારી નંખાયો હતો. માત્ર એટલા માટે કે તેનો દેખાવ અલગ હતો. આ ઘટના સમગ્ર દેશ માટે શરમજનક છે. અને તે બતાવે છે કે, ભેદભાવ કેટલી ખતરનાક માનસિકતા છે.  આથી ગઈકાલની રેલીનો સંદેશ હતો કે ન કોઈ હિન્દી, ના કોઈ મરાઠી, ના કોઈ ગુજરાતી, ના કોઈ ઉત્તર પૂર્વનો પરંતુ આપણે સૌ કોઈ એક છીએ.

સંસ્કૃતિ, ભાષા, પરંપરા અલગ હોઈ શકે પરંતુ દિલથી એક છે. રાષ્ટ્ર એક છે. આ સંદેશાઓ સાથે લાલ બંગલા સર્કલથી બાઈક રેલી નીકળી હતી જે ટાઉન હોલ, બેડી ગેઈટ, રતનબાઈ મસ્જીદ, ચાંદીબજાર, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, સાત રસ્તા થઈ ડિફેન્સ કોલોની પહોંચી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh