Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પકડાયેલા કૂતરાઓને સચાણા વિસ્તારમાં છોડી મૂકવા સામે ઉગ્ર રજૂઆત

કૂતરાઓનો ભય અને ત્રાસ દૂર કરવા ઉગ્ર માંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા છ મહિનાથી જામનગર શહેરમાંથી કૂતરાઓને પકડી સચાણાના દરિયા કાંઠા વિસ્તારમાં છોડી મૂકવામાં આવે છે. આ રખડતા કૂતરાઓ સચાણા ગામમાં ફરી વળ્યા છે અને અત્યારે ગામમાં ૬૦૦ જેટલા કૂતરાઓના કારણે ગામલોકો માટે અત્યંત ત્રસાદાયક થઈ રહ્યા છે. આ કૂતરાઓ શાળાએ જતા વિદ્યાર્થીઓ-બાળકોને કરડે છે, વાહનો પાછળ દોડે છે, ગામના બકરાઓને બટકા ભરે છે જેથી સમગ્ર ગામજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. સચાણાના દરિયા કાંઠે જામનગર મહા નગરપાલિકા કૂતરાઓને છોડી મૂકવાનું બંધ કરે અને ગામમાંથી કૂતરાઓનો ભય અને ત્રાસ દૂર કરે તેવી ઉગ્ર માગણી સચાણાના ઉપસરપંચ હાસમભાઈ લાખાએ જિલ્લા કલેક્ટર, મ્યુનિ. કમિશનર તથા વહીવટદારને આવેદનપત્ર પાઠવીને કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh