Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવ નહીં વધારવા કોન્ટ્રાક્ટ એજન્સીને સૂચનાઃ
ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયા પાલિકાનો કરોડોની જમીન અને લાખોની મિલકત મશીનરી સાથેનો સ્વીમીંગ પુલ વર્ષે માત્ર એક લાખ ભાડાથી આપવામાં આવતા અને આ એજન્સીએ એક વ્યક્તિનું વાર્ષિક ફીનું ભાડું ૧૮,૦૦૦ અને કલાકના ૧૦૦ રૂપિયા રાખતા વિવાદ સર્જાયો હતો. તેમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં કલાકના ૧૦૦ રૂપિયાના બદલે ર૦૦ કરતા ઉગ્ર રોષ સાથે ફરિયાદો સાંસદ પૂનમબેન માડમ સુધી પહોંચી હતી. તેમણે પાલિકા તંત્રને કડક શબ્દોમાં આ અંગે પગલાં લેવા જણાવતા ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીને કડક શબ્દોમાં આવી રીતે ભાવ નહીં વધારવા, નહીં તો કડક કાર્યવાહીની સૂચના આપી છે. સ્વીમીંગ પુલ લોકોની સગવડતા માટે હોય, તેના બદલે અહીં લોકોનું શોષણ થતું હોય, ભારે ફરિયાદો ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial