Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં તા. ર૮ જાન્યુઆરીએ નેત્ર નિદાન કેમ્પ

મહંત શ્રી રામસ્વરૂપદાસજી મહારાજની પુણ્યતિથિએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ડાહીબેન પરસોત્તમ એન્ડ પરસોત્તમ જુઠાભાઈ વિશરોલિયા ચેરીટેબલ ટ્રસ્ટ-દ્વારકા-જામનગર તથા સમર્પણ જનરલ હોસ્પિટલ-જામનગરના સહયોગથી પરમવંદનિય મહંત શ્રી રામસ્વરૂપદાસજી મહારાજ સાહેબની ૩૧ મી પુણ્યતિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ નિઃશુલ્ક કેમ્પ તા. ર૮/૧ ના બુધવારે સવારે ૯ થી ૧ર સમર્પણ આંખની હોસ્પિટલ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. કેમ્પમાં દર્દીઓને તપાસીને દવા આપવામાં આવશે તથા ઓપરેશન કરી આપવામાં આવશે. દર્દી તથા તેના સહાયકને કેમ્પના સ્થળે રહેવા-જમવા તથા ચા સહિતની સુવિધા પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં આંખના નિષ્ણાત ડો. આર.ટી. જાડેજા અને ડો. મિતલ કડીવાર સેવા આપશે તેમ આયોજક ટ્રસ્ટી મંડળ (સમર્પણ જનરલ હોસ્પિટલ-જામનગર) દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh