Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બપોર પછી ડેડિયાપાડામાં દેવમોગરા મંદિરે દર્શન પછી સભાને સંબોધનઃ રૃા. ૯૭૦૦ કરોડના કામોના લોકાર્પણ-શિલાન્યાસઃ ભવ્ય સ્વાગત
સુરત તા. ૧૫ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને સુરત બુલેટ ટ્રેન પ્રોજેકટન મુલાકાત પછી તેઓનું ભગવાન બિરસા મુંડા જયંતીના ડેડિયાપાડાના કાર્યક્રમોમાં સંબોધન છે. આ મુલાકાતો દરમિયાન વિકાસકામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ૩૧ ઓક્ટોબરે કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ તેઓ આજે રાજ્યના આદિવાસી પટ્ટાનો પ્રવાસ કરી રહૃાા છે.
આજે સવારે વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થયું હતું, જ્યાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરતના આંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત બાદ ડેડિયાપાડા પહોંચ્યા છે. અહીં ૨ કિલોમીટર લાંબા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. બિહારમાં એનડીએની જીત પછી વડાપ્રધાનની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે. સુરતમાં તેઓ બાય રોડ બુલેટ ટ્રેન પ્રોજેકટના કામકાજની સમીક્ષા તથા સુરતમાં નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત પછી વડાપ્રધાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 'આદિવાસી ગૌરવ દિવસ' અને ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થવાના છે. ં
તેઓ પ્રથમ આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર દેવ મોગરા મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ ડેડિયાપાડામાં એક જંગી સભામાં વડાપ્રધાન મોદી રૃા.૯૭૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ લગભગ ચાર વાગ્યા પછી વડાપ્રધાન સભા સ્થળેથી હેલિપેડ જવા રવાના થશે. ત્યાંથી તેઓ સુરત એરપોર્ટ પહોંચશે અને સાંજે ૫ વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. આમ વડાપ્રધાનનો આ એક દિવસીય પ્રવાસ મુખ્યત્વે આદિવાસી વિસ્તાર પર કેન્દ્રિત રહેશે. તેઓનું બિહારીઓ દ્વારા ભવ્ય સ્વાગત થનાર છે.
આજે જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઇ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના નર્મદા જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરીને આશીર્વાદ લીધા હતા. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં તેમનું સ્વાગત કરશે. નર્મદાના ડેડિયાપાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારના રૃ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ અપાઇ છે. ડેડિયાપાડામાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અને સુરતમાં બિહારી સમુદાયે ભવ્ય સ્વાગત કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial