Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફિયાસ્કો કે ફેરબદલ, કે પછી મંજુરીની મડાગાંઠ ?: ઘેરૂ સસ્પેન્સ- ટોક ઓફ ધ ટાઉન...
જામનગર તા. ૬: જામનગર શહેરની ભાગોળે ખંભાળીયા રોડ ઉપર એરપોર્ટની સામેના વિશાળ પટમાં સર્વ પ્રથમ વખત ૫,૫૫૫ કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ તા.૧૨થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ આયોજન હાલ મુલતવી રખાવાનું આયોજકોએ જણાવતાં ચર્ચા ઉઠી છે, અને સનાતનીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
રીધમ્સ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા અશ્વમેઘ મહાયજ્ઞ યોજવાની ઘોષણા મહિનાઓ પહેલા કરવામાં આવી હતી જે પછી ધર્મોત્સવનો સમય નજીક આવતા કાર્યક્રમ સ્થળ ઉપર ૩૫૦૦ જેટલા યજ્ઞ કુંડ પણ બની ગયા હતા. અગાઉ થયેલી જાહેરાત મુજબ યજ્ઞના ધાર્મિક કાર્યની સાથે સાથે વિશાળ મેદાનમાં બીઝનેસ ફેર, બુક ફેર, શોપીંગ, પ્રોપટી ફેર, હેલ્થ ચેક અપ કેમ્પ, પર્યાવરણલક્ષી કેમ્પેઈન, મોટીવેશનલ સ્પીકરોના પ્રવચનો, હેલ્થ અવેરનેસના કાર્યક્રમો, કવિ સંમેલન તેમજ દિવસ દીઠ સંગીત-ભજન સંધ્યા, લોક ડાયરાના જાણીતા કલાકારોના કાર્યક્રમો, રાસ-ગરબાની જાણીતી મંડળીના કાર્યક્રમો મનોરંજન મેળા સહિતની ગોઠવણ પણ કરવામાં આવી હતી.
પરંતુ છેલ્લી ઘડીએ આયોજનમાં ફેરફાર આવ્યો છે. આ અંગે આયોજક સંસ્થાના હોદ્દેદારોએ નિવેદનમાં જણાવ્યું હતુ કે સંસ્થા દ્વારા ૫૫૫૫ કુંડી યજ્ઞ માટે યજમાનોએ યજ્ઞ કુંડ બુક કરાવ્યા હતા. પરંતુ આ સમય ગાળા દરમિયાન અન્ય ધાર્મિક, સામાજિક અને લગ્ન પ્રસંગો તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી એનઆરઆઈ સહિત મોટી સંખ્યામાં યજમાનોએ હાજર રહી શકવાની અસમર્થતા દર્શાવીને કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવા વિનંતી કરવામાં આવી હતી. તેથી આગામી દિવસોમાં નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.
યજમાનોની માંગ આધારે આયોજન મુલતવી રાખવાનાં આયોજકોનાં સત્તાવાર દાવા વચ્ચે બિન સત્તાવાર બહાર આવતી હકીકતો મુજબ આ વિશાળ કક્ષાનો કાર્યક્રમ યોજવા માટેની મંજૂરીની પ્રક્રિયાઓ પણ અટકી હોવાનું સંભળાઈ રહૃાું છે.
આયોજકો પૈકીનાં અમુક લોકો સોશ્યલ મીડિયામાં મંજૂરી સંબંધિત પ્રશ્નો હોવાની વાત કબૂલતા અહેવાલો પણ વહેતા થયા છે ત્યારે સમગ્ર પ્રકરણમાં આયોજકોની સત્તાવાર ઘોષણા અને બિનસત્તાવાર માહિતીઓ વચ્ચે વિરોધાભાસ જોવા મળતા અભૂતપૂર્વ ધર્મોત્સવ મુલતવી રાખવા પાછળનાં કારણનું રહસ્ય ઘેરાતું જાય છે.
હાલ તો આ ધાર્મિક ઉત્સવ મોકૂફ રખાયો હોવાથી શહેર જિલ્લાના સનાતનીઓ નિરાશ થયા છે.
નાઘેડી નજીકનાં વિસ્તારમાં મોટી જગ્યા સમથળ કરીને ૩,૫૦૦ થી વધુ યજ્ઞ કુંડ બનાવી લેવાયા હતા, સાથો સાથ ડોમ વગેરે પણ ઊભા કરી લેવાયા હતા, જે આખરે ખોલી નાખવામાં આવ્યા છે, અને ખટારા ભરીને મંડપ વગરનો માલ સામાન પરત જઈ રહૃાો છે. જેથી સનાતનીઓમાં વધુ નિરાશા વ્યાપી ગઇ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial