Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિપક્ષોના હોબાળાના કારણે
નવી દિલ્હી તા. ૬: આજે પણ સંસદમાં વિપક્ષોએ વિવિધ મુદ્દે હોબાળો કરતા લોકસભાની કાર્યવાહી ખોરવાઈ હતી અને અંતે સોમવાર સુધી સ્થગિત કરવી પડી હતી. રાજ્ય સભામાં પણ વિપક્ષો દ્વારા મોદી સરકાર પર તડાપીટ બોલાવાઈ રહી હતી અને ભારે દેકારો થઈ રહ્યો હોવાથી બપોર સુધી ગૃહ સ્થગિત કરાયું હતું, જો કે વિપક્ષોનો મૂડ જોતા આજે રાજ્યસભાની કાર્યવાહી પણ સાંજ સુધી ચાલે તેમ જણાતું નહોતું. વિપક્ષો સરકાર પર તીખા પ્રહારો કરી રહ્યા છે, અને શાસક પક્ષના સાંસદો તેનો જવાબ આપી રહ્યા છે. આમ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે સંસદની કાર્યવાહી સતત અવરોધાઈ રહી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સોના-ચાંદી પછી આજે બપોરે શેરબજારમાં પણ પીછેહઠ જોવા મળી રહી છે, જેના પડઘા પણ સંસદ સંકુલ સુધી સંભળાયા હતાં અને સંસદ સંકુલની બહાર સાંસદો માર્કેટની ઉથલપાથલની ચર્ચા કરતા પણ સંભળાઈ રહ્યા હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial