Advertisement
Author: નોબત સમાચાર

સોલાર ફીટ કરવાના મુદ્દે ફરિયાદ કરવા આવેલા ગ્રાહક-કર્મચારી વચ્ચે જામી પડી

ગ્રાહક તથા ઓફિસ કર્મચારીએ કરી સામસામી રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના પીએન માર્ગ પર આવેલી મોનાલીસા ઈમારતમાં સોલાર કંપનીની એક ઓફિસમાં ગઈકાલે બપોરે બઘડાટી બોલી ગઈ હતી. બે મહિના પહેલાં સોલાર મૂકવા માટે પૈસા ભરી જનાર ગ્રાહકે પૈસા પાછા માંગતા અને ફોન પર ઉંચા અવાજે વાત કરતા ઓફિસમાં હાજર એક વ્યક્તિએ શાંતિથી વાત કરવાનું કહેતા મામલો બીચક્યો હતો. બંને પક્ષે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગોકુલનગર નજીક સીતારામ સોસાયટીમાં રહેતા કાનાભાઈ મેરામણભાઈ બળીયાવદરા ગઈકાલે બપોરે પીએન માર્ગ પર આવેલા મોનાલીસા કોમ્પલેક્ષ સ્થિત ૩૦૧ નંબરની ઓફિસમાં હાજર હતા ત્યારે હાપા યાર્ડ રોડ પર આવેલા નૂરી પાર્કની શેરી નં.૪માં રહેતા ફીરોઝ ઓસમાણ દલ નામના આસામી આવ્યા હતા. તેઓએ બે મહિના પહેલાં કાનાભાઈની કંપનીમાં સોલાર ફીટ કરાવવા માટે અરજી કરી હતી. તેને બે મહિના થઈ ગયા હોવા છતાં ફીરોઝના ઘરે સોલાર ફીટ કરવામાં ન આવતા તેણે ગઈકાલે પૂછપરછ માટે કાનાભાઈની ઓફિસનો સંપર્ક કર્યાે હતો.

આ વેળાએ ફીરોઝ દલે આ કંપનીના અફઝલ ડોસાણી સાથે ફોનમાં જોર જોરથી વાતો કરતા તેને કાનાભાઈએ શાંતિથી વાત કરવા અને કામ હોય તો મને કહેવાનું કહેતા ગાળો ભાંડી ફીરોઝ દલે મારી નાખવાની ધમકી આપી પોતે ભરેલા પૈસા પરત માંગ્યા હતા. કાનાભાઈએ તેની સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

આ ફરિયાદની સામે ફીરોઝભાઈ ઓસમાણભાઈ દલે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ તેઓએ બે મહિના પહેલાં સોલારની એક કંપનીના બ્રાંચ મેનેજર સાગરને સોલાર ફીટ કરી આપવા માટે કહ્યા પછી બે મહિના સુધી સોલાર મૂકવામાં ન આવતા ગઈકાલે બપોરે તેઓ આ કંપનીની ઓફિસે ગયા હતા. જ્યાં કાના મેરામણભાઈ બળીયાવદરાએ ફોનમાં ઉંચા અવાજે વાત ન કરો તેમ કહેતા ફીરોઝ દલે મારા ઘરે સોલાર ક્યારે ફીટ કરશો, લેખિતમાં આપો તેમ કહેતા ઉશ્કેરાઈ જઈ કાના મેરામણભાઈએ ગાળો ભાંડ્યા પછી ઓફિસે આવીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપ્યાનું ફીરોઝ દલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે બીએનએસની કલમ ૩૫૧ (૩), ૩૫ર હેઠળ બંને સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh