Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે
જામનગર તા. ૩: ભારતીય ટપાલ વિભાગ-જામનગર દ્વારા તા. ૧-૭-ર૦રપ થી ૧પ-૮-ર૦રપ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા બાળકો (ધો. ૯ થી ૧ર) સુધીના માટે સ્ટેમ્પ ડિઝાઈન સ્પર્ધા ર૦રપ નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ આર્ટ શીટ્સ (એ-૪ સાઈઝ, ર૦૦ જીએસએમ, સફેદ રંગ) પર ક્રેયોન્સ, પેન્સિલ રંગો, પાણીના રંગો, એક્રેલિક રંગો વગેરે દ્વારા 'યુએન-૮૦ અને બહુપક્ષીયતા, વૈશ્વિક નેતૃત્વ અને સંચાલન દ્વારા આપણા ભવિષ્યના નિર્માણમાં ભારતનું નેતૃત્વ' પર તેમના વિચારોનું સ્ટેમ્પ ડિઝાઈન કરવાનું રહેશે.
જે શાળાના બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા હય તેમણે પોતાના નામ, પોતાની શાળાના પ્રિન્સિપાલ/હેડ માસ્તર મારફત અધિક્ષક ડાકઘરની કચેરી, જામનગર હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, બીજો માળ, ચાંદીબજાર પાસે, જામનગર-૩૬૧ ૦૦૧ ને તા. ૧પ-૮-ર૦રપ સુધીમાં મળી જાય એ રીતે મોકલી આપવાનું રહેશે. વધુ વિગત માટે ઉપરોક્ત સરનામે સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial