Advertisement
Author: નોબત સમાચાર

મોટાવડીયામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ સંપન્નઃ ૭૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો

ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા આયોજિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા જનતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે જામજોધપુરના મોટાવડીયા ગામે અમૃતબેન વી. સવજાણી આશ્રમશાળામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આસપાસના વિસ્તારના આશરે ૭૦૦ જેટલા જરૂરિયાતમંદ લોકોએ ઉપસ્થિત રહી નિષ્ણાત તબીબોની સેવાનો લાભ લીધો હતો.

આ કેમ્પમાં જી. જી. હોસ્પિટલ જામનગર, સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ જામજોધપુર અને બેસ્ટ હિલ હોસ્પિટલ જામનગરના નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા જનરલ મેડિસિન, સર્જરી, ન્યુરો સર્જરી, સ્ત્રીરોગ, બાળરોગ તેમજ આંખ અને હાડકાના રોગોનું ઝીણવટભર્યું નિદાન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ, એકસ-રે અને લેબોરેટરી રિપોર્ટ જેવી સુવિધાઓ પણ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.

આ કેમ્પમાં આવેલા તમામ દર્દીઓ અને તેમના પરિજનો માટે ધારાસભ્ય દ્વારા ભોજન  વ્યવસ્થા કરવામાં આવી હતી. ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ આ તકે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સુવિધાઓ પહોંચે તે અમારો મુખ્ય ઉદ્ેશ્ય છે. કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh