Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મોચી સમાજનો સમૂહ લગ્ન સમારોહઃ ૬ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા

ધારાસભ્ય, સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨ જામનગરના મોચી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં છ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતાં.

મોચી સમાજના ૧૪માં સમૂહ લગ્નોત્સવમાં ૭૯- વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે જ્ઞાતિજનોએ દાનનો ધોધ વહેડાવ્યો હતો અને આગામી સમૂહ લગ્ન માટેના દાનની પણ જાહેરાત કરી દેવાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાતિના પ્રમુખ મનોજ ચુડાસમાની આગેવાનીમાં સમૂહલગ્ન સમિતિના તમામ સભ્યોએ કર્યુ હતું. તેમ જ્ઞાતિના ગીરીશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh