Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતોમાં લાંબા સમયથી પેન્ડિંગ કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન કરાવીને
ખંભાળિયા તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા ઓખાની અદાલતો સહિત રાજ્યના ૭૩ તાલુકાની અદાલતોમાં મીડીયેશન સેન્ટરો શરૂ થયા છે.
રાજ્યમાં લાંબા સમયથી પડતર કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાનના માધ્યમથી ઝડપી ન્યાય સાથે કેસોનો નિકાલ આવે તે માટે રાજ્યના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના માર્ગદર્શનમાં રાજ્યમાં ૭૩ તાલુકાઓમાં મીડીયેશન સેન્ટરોની સ્થાપના ગઈકાલે થઈ હતી જેમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા ઓખામાં થઈ છે. દ્વારકા જિલ્લામાં ભૌગોલિક રીતે અન્ય સ્થળોથી દૂર તથા વહીવટી દૃષ્ટિએ હાર્ડ સ્ટેશનો એવા ઓખા તથા કલ્યાણપુરનો સમાવેશ રાજ્યના ૭૩ મીડીયેશન સ્થળોમાં થયો હતો.
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ ઓગષ્ટીન જયોર્જ ગુજરાતના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ, સિનિયર જસ્ટીસ એ. વાય. કોઝજેની ઉપસ્થિતિમાં ૭૩ મીડીયેશન સેન્ટરોનું વર્ચ્યુઅલ ઓપનીંગ કરવામાં આવ્યું હતું.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા ઓખા મીડીયેશન સેન્ટરો શરૂ કરવાની કામગીરી એડમીનીસ્ટ્રેશન જજ એલ.એસ. મીરઝાદા તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી.વ્યાસની સીધી દેખરેખ તથા માર્ગદર્શનમાં શરૂ કર્યું હતું.
શ્રી પીરઝાદા તથા શ્રી વ્યાસે જણાવેલ કે વહીવટી તથા જયુડીશ્યલ દૃષ્ટિએ હાર્ડ લોકેશન એવા ઓખા તથા કલ્યાણપુરમાં મીડીયેશન સેન્ટરોની સ્થાપનાથી પક્ષકારોને સુરક્ષીત તથા ગુપ્ત વાતાવરણમાં તાલીમબદ્ધ મીડીયેટરની દેખરેખ હેઠળ મીડીયેશનની પ્રક્રિયા થશે જેથી પેન્ડીંગ કેસોમાં ત્વરીત સમાધાનની પ્રક્રિયાની ન્યાય પ્રક્રિયા ઝડપી થશે આ બન્ને વિસ્તારોના પેન્ડીંગ કેસોમાં પક્ષકારોએ આ મધ્યસ્થી કરણ પ્રક્રિયાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial