ચિરવિદાય

જામનગરઃ વડીયા નિવાસી (હાલઃજામનગર,નાઘેડી) ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રમેશચંદ્ર લાભશંકર ભટ્ટ (ઉ.વ.૬૯) તે સ્વ. લાભશંકર ત્રિભોવનદાસ ભટ્ટ (ધોરાજી) ના પુત્ર, મીનાબેન (ચનીબેન) ના પતિ તથા સ્વ. હર્ષિદાબેન વ્યાસ, નયનાબેન ભટ્ટ, ગીરીશભાઈ ભટ્ટ, સ્વ. અરૂણભાઈ ભટ્ટ, સ્વ. સુધાબેન પંડયાના ભાઈ, કેયુરભાઈ, આશિષભાઈ, વિષ્ણુભાઈના પિતા, તથા રાધિકાબેન આશિષભાઈ ભટ્ટના સસરા, સ્વ. રમણીકલાલ ઉમિયાશંકર વ્યાસના જમાઈનું તા. ૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૦, ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન ઔદિચ્ય ખરેડી સમવાય જ્ઞાતિની શાંતા વાડી, કૈલાશપાર્ક, રિલાયન્સ પેટ્રોલપંપવાળો ઢાળીયો, ગુલાબનગર, રાજકોટ રોડ, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી (મૂળ મોટી લાખાણી) વનરાજસિંહ લખુભા જાડેજા (ઉ.વ.૫૯) તે સ્વ. ધર્મેન્દ્રસિંહ, ભરતસિંહ, સંજયસિંહના મોટાભાઈ, વિરેન્દ્રસિંહ, જયદિપસિંહના પિતા, વિશ્વરાજસિંહ, યશપાલસિંહ, ભવદિપસિંહના મોટાબાપુનું તા. ૮ના અવસાન થયું છે.

ખંભાળીયા : સહસ્ત્ર ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના નરેન્દ્રભાઈ શંકરલાલ પંડયા (ઉ.વ.૮૩) (પૂર્વ હોમગાર્ડ સભ્ય) તે સંજયભાઈ તથા કપીલભાઈના પિતા, સુજલના દાદા, પંકજભાઈના કાકાનું તા. ૬-૭-૨૫ ના અવસાન થયું છે.

close
Ank Bandh