Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦ર૪ માં બનેલા નિયમ પછી બે વર્ષ પૂરા થતાં
નવી દિલ્હી તા. ૩૧: દેશમાં કાલથી ચીનની કંપનીઓના સીસી ટીવી કેમેરાના વેંચાણ પર પ્રતિબંધ લાગુ થઈ જશે. કેન્દ્ર સરકારે સીસી ટીવી કેમેરા માટે ર૦ર૪ માં નવો નિયમ બનાવ્યો હતો. એ વખતે સીસી ટીવી કેમરા વેંચતા દરેક કંપનીને બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો.
આવતીકાલથી ચીનની કંપનીઓના સીસી ટીવી કેમેરાના વેંચાણ પર પ્રતિબંધ લાગુ થશે. ચીનની કંપનીઓના સીસી ટીવી પર પ્રતિબંધ મૂકાઈ જશે તેની અસર માર્કેટ પર થશે. ચીનની કંપનીઓ ભારતની કંપનીઓને ટક્કર આપીને સસ્તા ભાવે સીસી ટીવી વેંચતી હતી, પરંતુ ચીનની કંપનીઓ સ્પર્ધામાં નહીં રહે એટલે સીસી ટીવીની કિંમતોમાં થોડો ફરક પડે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આમ સીધી રીતે ચીનની સીસી ટીવી કંપનીઓ પર પ્રતિબંધ મૂકાયો નથી, પરંતુ સર્ટિફિકેટ મેળવવામાં નાકામ રહી હોવાથી આ કંપનીઓના વેંચાણ પર અંકુશ લાગી જશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ ર૦ર૪ માં કેન્દ્ર સરકારે સીસી ટીવી કેમેરા માટે નવો નિયમ બનાવ્યો હતો. એ વખતે રજૂઆતો થયા પછી સીસી ટીવી કેમેરા વેંચતી દરેક કંપનીને બે વર્ષની મુદ્ત અપાઈ હતી. આ મુદ્ત પૂરી થઈ જતા આ પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial