વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી યથાવત !

તા. ૦૯-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. વૈશ્વિક મોરચે અમેરિકાના ઈઝરાયેલ - હમાસ યુદ્ધનો અંત લાવવાના પ્રયાસ વચ્ચે ઈઝરાયેલે ગાઝા પર વધુ બોમ્બમારો અને અમેરિકામાં શટડાઉન અને ટેરિફ મામલે પરિસ્થિતિ વણસી રહી હોવાના અહેવાલો છતાં આજે ઈન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજારમાં પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો.

ભારત સરકાર દ્વારા ટેરિફને લઈ સરકારની આત્મનિર્ભર ભારત પર ફોક્સ કરતી નીતિના એક પછી એક લેવાઈ રહેલા પગલાં પૈકી જીએસટી દરોમાં ફેરફાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના દેશના ઉદ્યોગોને બેન્કોનું વધુ ધિરાણ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના પગલાં અને ભારત-યુ.કે. વચ્ચે ટ્રેડ કરારોને કારણે સ્થાનિક બજારમાં સેન્ટીમેન્ટ પોઝીટીવ રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૬%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૫૮% અને નેસ્ડેક ૧.૧૨% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૧% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૪૮ અને વધનારની સંખ્યા ૧૭૬૫ રહી હતી, ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર પાવર, યુટીલીટીઝ, એફએમસીજી અને ફાઈનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૨,૧૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૩,૧૯૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૨,૧૧૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૪૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૨૨,૬૬૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૪૮,૭૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૪૮,૭૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૩,૯૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૩૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૪૮,૫૨૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ભારત ફોર્જ (૧૧૮૦) : ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૯૪ થી રૂ.૧૨૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૨૧૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ઓરબિંદો ફાર્મા (૧૧૦૩) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૦૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

ટાટા ટેકનોલોજી (૭૧૩) : રૂ.૬૮૮ નો પ્રથમ તેમજ રૂ.૬૭૬ બીજા સપોર્ટથી આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

કલ્યાણ જ્વેલર્સ (૪૮૩) : જેમ્સ, જ્વેલરી એન્ડ વોચ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૭ થી રૂ.૫૦૮ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૪૭૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ૬.૩%થી વધારી ૬.૫% કર્યું છે. અનુમાનમાં આ વધારો સ્થાનિક વપરાશમાં સુધારો, કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક વૃદ્ધિ અને ગ્રામીણ રોજગારીમાં વધારાને કારણે થયો છે. વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ, ભારત આ વર્ષે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે. જો કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વૃદ્ધિનું અનુમાન ઘટાડવામાં આવ્યું છે. તેનું મુખ્ય કારણ અમેરિકાએ ભારતના કેટલાક ઉત્પાદનો પર લાગુ કરેલો ૫૦% ટેરિફ છે, જેનો નકારાત્મક પ્રભાવ આગામી વર્ષે જોવા મળી શકે છે.

આરબીઆઈએ પણ ઑક્ટોબર મહિનાની એમપીસી બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન ૬.૫%થી વધારી ૬.૮% કર્યું છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડા મુજબ, બીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર ૭%, ત્રીજા ત્રિમાસિકમાં ૬.૪% અને ચોથા ત્રિમાસિકમાં ૬.૨% રહેવાની ધારણા છે. મોંઘવારીની દૃષ્ટિએ પણ સ્થિતિ અનુકૂળ છે. રિટેલ મોંઘવારી ૨.૬% રહેવાની ધારણા છે, જે ઓગસ્ટમાં નોંધાયેલા ૩.૧%થી ઓછી છે. ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ફુગાવો ૪% સુધી મર્યાદિત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

close
Ank Bandh