Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામો એકસાથે થયા પછી
ખંભાળીયા તા. ૯: કેટલીક વખત કામ મોટું થતા ગંભીર પ્રશ્ન ઊભો થતો હોય છે. આવું જ ખંભાળીયામાં બન્યું છે.
ખંભાળીયામાં સલાયા ફાટક પાસે કરોડોના ખર્ચે અંડરબ્રિજ ડબલ રોડનો બની રહ્યો છે. જેનું કામ હાલ બંધ છે. ચાલુ થાય એટલે આ રોડ બંધ થશે. વિકલ્પમાં ખંભાળીયામાં જામનગર રોડ તરફથી વેલકમ ગેઈટ થઈ સ્ટેશન રોડ જતા રસ્તો છે. જે ડ્રાયવર્ઝન તરીકે ચાલે અને જડેશ્વર પાસે અંડરબ્રિજ છે તે નાના વાહનો માટે ચાલે. પણ જામનગર ફાટક પર ઓવરબ્રિજનું કામ જે વહીવટી ગૂંચમાં અટવાયેલું હતું અને એક વર્ષથી કોન્ટ્રાક્ટ આપેલા છતાં ચાલુ ન થયેલું તે હવે શરૂ થવામાં છે તથા કોન્ટ્રાક્ટર દ્વારા માણસો માલ આવી ગયા છે ત્યારે આ ઓવરબ્રિજ માટે પણ ભારે વાહનોનો ડ્રાયવર્ઝન રોડ સલાયા ફાટકનો છે, જે કામ માટે બંધ થવાનો છે, તો એસ.ટી. બસ, ટ્રક તથા મોટા વાહનો જાય ક્યાં...? તે ગંભીર પ્રશ્ન થયો છે...!!
સામાન્ય રીતે એકપછી એક કામ થાય તો આવા ગંભીર પ્રશ્ન ના થાય પણ સલાયા ફાટક પર અંડરબ્રિજનું કામ મહિનાઓથી બંધ છે, જે હવે ચાલુ થવાનું છે, તો ખંભાળીયા રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ ચાલુ થવાનું છે. બન્નેના ડ્રાયવર્ઝન અરસપરસ છે, જો બન્ને કામ ચાલુ થાય તો ભારે વાહનો ક્યાંથી જાય...?
અતિ લાંબો ત્રીજો વિકલ્પ
ખંભાળીયામાં દ્વારકા-જામનગર સલાયા તરફથી આવતા વાહનો માટે બન્ને ફાટક પર જો ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામો શરૂ થાય તો ભારે વાહનો આ બન્ને ફાટકના રસ્તે ના નીકળે તો તેમણે છેક દ્વારકા રોડ પર પોરબંદર ફાટક પાસે જવું પડે ત્યાંથી ખામનાથ પૂલ કોઝવે પરથી થઈને ખંભાળીયામાં દાખલ થવું પડે અને એ જ રીતે જવું પડે કેમ કે, કલેક્ટર કચેરીએથી લાલપુર રોડ જવાનો રસ્તો પણ વર્ષોથી પૂલ વગરનો હોય ત્યાં પણ વિકલ્પ મોટા વાહનો માટે નથી તો આવી જ રીતે ખંભાળીયાથી જામનગર રાજકોટ જવાવાળાએ મોટો ફેરો કરવો પડે...!!
સાંસદ પૂનમબેન માડમ તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા કોન્ટ્રાક્ટરો, રેલવે અધિકારીઓ તથા પાલિકા ચીફ ઓફિસરને આ મુદ્દે રસ્તો કાઢવા જણાવાયું છે. બન્ને કામ સાથે ચાલુ થાય અને રસ્તા બંધ થાય તો ખામનાથ પૂલ પાસે સીંગલ રોડનો કોઝવે મોટા ટ્રાફિક જામનું કારણ બને અથવા બન્ને કામ થોડો સમય ચાલુ બંધ રાખવામાં આવે તો જ નિકાલ થાય, નહીં તો ગંભીર ટ્રાફિક સમસ્યા સાથે કિલો મીટરો કે લાંબા અંતર સુધી મોટી ટ્રાફિક સમસ્યા સર્જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial