Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધુકાંતભાઈ મહેતા દ્વારા આવેદનપત્રથી
સડોદર તા. ૪: સડોદર ગામના એસ.ટી. રૂટના પ્રશ્નો અંગે મધુકાંતભાઈ મહેતાએ જામનગરના ડિવિઝનલ મેનેજરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
જામનગર-ગામોદને હાલમાં ચડતાનો ફેરો કાનાલુસનો આવેલ છે. તેમાં બસ કાયમ મોડી ઉપડે છે, તેના સમયમાં ફેરફાર કરી અગાઉ નવાગામનો ફેરો હતો તે આપીને બસ સમયસર ઉપડે તેવી માંગણી કરી છે.
જામનગર ડેપોની જામનગર-ચિત્રાવાડને વાયા બાવડીદર-ફુલનાથ મંદિર કરવા, જામજોધપુર-રાજકોટ બસને વાયા ફુલનાથ કરવાની માંગણી કરવામાં આવી છે.
જામજોધપુર-દેવગઢ બારીયા વાયા પાનેલી-ઉપલેટા રૂટની બસ ટ્રાફીક નહીં મળવાથી બંધ કરી દેવામાં આવી છે. વાયા સીદસર, પાનેલી, માંડાસણ, બુટાવદર, બગધરા, સડોદર, ધૂનધોરાજી, નવાગામ, ચાવંડી, કાલાવડનો નવો રૂટ ચાલુ કરવાની જરૂર છે. આ રૂટમાં એક પણ બસ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial