Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં કડાકોઃ સેન્સેક્સમાં ૧૪૦૦ પોઈન્ટનું ગાબડું: સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા

ડોલર સામે ભારતીય રૂપિયાની કંગાળ સ્થિતિઃ એક ડોલરનો ભાવ ઓલ ટાઈમ હાઈ 'રૂ।. ૯૩.૮૬ પૈસા'

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૩: ઈઝરાયલ/યુએસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધ દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી આપવા ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપતા તેની અસર ભારતીય શેરબજાર સહિત વૈશ્વિક સ્તરે પણ થઈ હતી તેમજ બુલીયન માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં મોટા ઘટાડા થયા છે.

આજે સવારે ભારતીય શેરબજાર ખૂલતા વેંત જ મોટાપાયે વેચવાલીનો દોર શરૂ થયો હતો, અને ભારે ઉથલપાથલ વચ્ચે સેન્સેક્સ ૧પપ૦ પોઈન્ટ ઘટીને ૭ર,૯૭૭.૪૪ થઈ ગયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ ૪૭૯.૯પ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો અને નિફ્ટી ર૩ હજારની સપાટી તોડી રર,૬૩૪.પપ થઈ ગયો હતો.

બુલીયન માર્કેટમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. સોનાના ભાવમાં એક ઝાટકે પ્રતિ દસ ગ્રામ રૂા ૭ હજાર જેવો જંગી ઘટાડો થયો હતો, જ્યારે ચાંદી પણ એક કિલોના ભાવમાં ૧૩ હજાર રૂપિયા જેવો પ્રચંડ ઘટાડો જોવા મળ્યો હતો.

આવી સ્થિતિમાં અમેરિકન ડોલર ભારતીય રૂપિયા સામે વધુ મજબૂત થયો હતો. એક ડોલરનો ભાવ રૂ।. ૯૩.૮૬ પૈસા થયો હતો. વિશ્વમાં ચાલી રહેલા તણાવની સ્થિતિમાં મજબૂત ડોલરના કારણે સોના અને ચાંદીમાં ભાવ ગગડ્યા હતાં.

સમગ્ર વિશ્વમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ૪૮ કલાકના અલ્ટીમેટમની ઘેરી અસર જોવા મળી રહી છે, જેના કારણે ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઈલનો બેરલનો ભાવ ૧૦૦ ડોલર જેવો થયો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિબેરલ ૧૧ર.૧૭ ડોલર થઈ ગયો છે. નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાથી ફૂગાવાની ચિંતા વધી છે.

મધ્યુ પૂર્વમાં યુદ્ધનો ભય અને આકાશને આંબી રહેલા ક્રૂડ ઓઈલના ભાવને કારણે ભારતીય રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. ભારતીય શેરબજાર ખૂલતાની સાથે જ નિફ્ટીના હેવીવેઈટ્સમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ. હિન્ડલ્કો, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એમએન્ડએમ અને એચડીએફસી બેંક આજે સૌથી મોટા ઘટાડામાં સામેલ હતાં. આ મુખ્ય શેરોમાં ઘટાડાથી સેન્સેક્સ અને નિફ્ટી પર દબાણ વધુ વધ્યું. બીજી તરફ, આ ઘટાડા છતાં, મેક્સ હેલ્થકેર અને ઓએનજીસી જેવા કેટલાક શેરોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.

બજારમાં આજે વ્યાપક વેચવાલી જોવા મળી રહી છે. ઓટો, મીડિયા, બેંકો, મેટલ્સ અને પીએસયુ બેંકો જેવા ક્ષેત્રિય સૂચકાંકે ર ટકા સુધી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. વધુમાં સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરો પણ ખરાબ સ્થિતિમાં છે. નિફ્ટીના મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં પણ ર ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. રોકાણકારોમાં સેન્સેક્સમાં તીવ્ર ઘટાડો મોટા આંચકારૂપ છે, જ્યારે સામાન્ય ગ્રાહકો માટે ખરીદીની તક બની શકે છે.

અંતિમ સમાચાર પ્રમાણે સેન્સેક્સ ૧૪૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૧૩૦ પોઈન્ટ અને નિફ્ટી ૪૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૬૪૨ પોઈન્ટ રહ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh