Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટીકાશીમાં રામનવમીના પર્વ પર યોજાનારી
જામનગર તા. ૨૦: છોટી કાશીના જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે સતત ૪૫ મા વર્ષે પણ પરંપરાગત રીતે નગરનાં રાજમાર્ગ પર ભવ્યાતિભવ્ય *રામસવારી* નું આયોજન થઈ રહૃાું છે.
જેની ચર્ચા-વિચારણા અને આખરી ઓપ આપવા માટેની અંતિમ બેઠક હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજની અધ્યક્ષતામાં તા. ૨૧.૦૩.૨૦૨૬ને શનિવારે રાત્રિના ૯:૩૦ કલાકે પંચેશ્વર ટાવર, પાસે આવેલા શ્રી રામદૂત હનુમાનજી મંદિરે મળશે. જેમાં પાલખી સમિતિ, સંકલન સમિતિ અને ફ્લોટ સમિતિના તમામ સભ્યો સહિત જ્ઞાતિ મંડળો, ધાર્મિક સંસ્થાઓ, સત્સંગ મંડળ, સામાજિક સેવાકીય સંસ્થાઓ, મિત્ર મંડળોના હોદેદારો - સભ્યો વગેરેને સમયસર ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજેશ ડી. વ્યાસ (રાજુ મહાદેવ) દ્વારા અનુરોધ કરાયો છે.
રામસવારીમાં ચલિત કે સ્થાયી ફ્લોટ સાથે જોડાનારા તમામ મંડળના આગેવાનો દ્વારા પોતાના આયોજનની સવિસ્તાર વિગતો મિટિંગમાં રજૂ કરાશે, જે બેઠક પૂર્ણ થયા બાદ પંચેશ્વર ટાવર થી બાલાહનુમાનજીના મંદિર સુધીની 'ભક્તિ ફેરી'નું આયોજન કરાયું છે, તેનું પ્રસ્થાન હિંદુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજ દ્વારા કરાવાશે, અને તમામ ઉપસ્થિત રામભક્તો હાથમાં ધર્મ ધ્વજા અને જય શ્રી રામ ના જયઘોષ સાથે બાલા હનુમાનજીના મંદિર સુધીની પદયાત્રા સાથેની ભક્તિ ફેરીમાં જોડાશે. અને ત્યારબાદ બાલા હનુમાનજીના મંદિરમાં ચાલતી અખંડ રામધૂનમાં પણ 'શ્રીરામ જય રામ જય જય રામ* ની ધૂન બોલાવવામાં સામેલ થશે. ત્યાંથી ફરી શ્રી રામદૂત હનુમાનજીના મંદિરે પરત ફરશે, જ્યાં સર્વે રામ ભકતો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial