Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી (મૂળ મોટીલાખાણીના) વનરાજસિંહ લખુભા જાડેજા, તે લખુભા અનોપસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ કેશુભા જાડેજા, રાજેન્દ્રસિંહ કેશુભા જાડેજા, સ્વ. ધર્મેન્દ્રસિંહ લખુભા જાડેજા, ભરતસિંહ લખુભા જાડેજા, સંજયસિંહ લખુભા જાડેજા, દિલીપસિંહ અનોપસિંહ જાડેજાના ભાઈ, વિરેન્દ્રસિંહ વનરાજસિંહ, જયદીપસિંહ, વનરાજસિંહ જાડેજાના પિતા, તથા વિશ્વરાજસિંહ, યશપાલસિંહ, ભવદિપસિંહના મોટાબાપુ, પૃથ્વીસિંહ બહાદુરસિંહ જાડેજાના કાકાનું તા. ૮ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૦ ને ગુરૂવાર સાંજે ૫ થી ૬ દરમ્યાન ભાઈઓ માટે બ્રહ્મક્ષત્રિયની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગર તથા બહેનો માટે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. તથા ઉત્તરક્રિયા તા. ૧૯-૭-૨૫, શનિવારે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.
જામનગરઃ નંદકુંવરબા ભોજુભા જાડેજા, તે જયેન્દ્રસિંહ, બળવંતસિંહ, વિક્રમસિંહ, સ્વ. ઈન્દ્રજીતસિંહના માતા તથા અજયરાજસિંહ, રાજદિપસિંહ, કૃષ્ણકુમારસિંહ, પુષ્પરાજસિંહના દાદી તથા હર્ષવર્ધનસિંહ ના પરદાદીનું તા. ૭ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા ભાઈઓ તથા બહેનો માટે તા. ૧૦, ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન પંચાણભાઈ સામજીભાઈ કડવા પટેલ સેવા સમાજ, વિકાસગૃહ રોડ, પટેલ કોલોની, જામનગરમાં રાખેલ છે.
જામનગર : હાલારી વિશા ઓશવાળ જયંતીલાલ દેવચંદ વોરા (ઉ.વ.૮૩) તે પ્રજ્ઞાબેનના પતિ, નિમિષભાઈના પિતા, લીલાવંતીબેન દેવચંદ ચોથાહીરા વોરા (ચેલા)ના પુત્ર તથા ચંપાબેન જગદીશ ગલૈયાના ભાઈ, કમલાબેન હિરજી ઝવેરચંદ દેપાર ગોસરાણીના જમાઈ, સુધીર, જ્યોતિના બનેવી, મિતાના સસરા, સોનિત, માનિતના દાદા, માધિબેન તેજપરા વાગા સુમરીયાના દોહિત્રા, હંંસાબેન કુમદચંદ્ર જેઠાલાલ મહેતા (જામવણથલી)ના વેવાઈનું તા. ૩૦-૬-૨૫ ના વડોદરા અવસાન થયું છે. સદ્ગતની સાદડી તા. ૧૦-૭-૨૫ના સાંજે ૪ થી ૫ દરમ્યાન અતિથિગૃહ, ઓશવાળ સેન્ટર, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. રણછોડદાસ વેલજી માણેક તથા સ્વ. ગોદાવરીબેન રણછોડદાસ માણેકના પુત્ર નરેન્દ્રકુમાર (ઉ.વ. ૭૭), તે ઈન્દુમતીબેનના પતિ તથા સ્વ. છોટાલાલ (રાજકોટ), સ્વ. જયસુખભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, નવીનભાઈ, મહેશભાઈ, અરૂણાબેન દેવાણી (પોરબંદર) ના ભાઈ તથા મિનલભાઈ, પલ્લવીબેન બારાઈ, પુનમબેન પોપટના પિતા તથા સ્વ. દુર્લભજીભાઈ ગોરધનદાસ ચોટાઈ (રાજકોટ) ના જમાઈ તથા સ્વ. વિનોદરાય, મુકુંદરાયના બનેવી તથા હિતેશભાઈ બારાઈ, ભાવીનભાઈ પોપટ, નિશાબેન માણેકના સસરા, દર્શિલના દાદા તથા વત્સલ, બંસી, કાવ્યા, પરમના નાના તા. ૮-૭-ર૦રપ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૧૦-૭-ર૦રપ, ગુરૂવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખેલ છે.
વાડીનારઃ ઝાંખર નિવાસી સ્વ. ઠાકરશી માધવજી બારાઈના પત્ની વસંતબેન તે ગોપાલભાઈ, દિનેશભાઈના ભાભી, હેમરાજભાઈ, મુકેશભાઈ, જયેશભાઈ, પ્રવિણાબેન, જયશ્રીબેનના માતા, મહેશ, જયરાજ, ધર્મેશ, જયદિપના દાદીનું તા. ૮ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૧૦, ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન જુનડેશ્વર મહાદેવ મંદિર, ઝાંખર રાખેલ છે.
જામનગરઃ વડીયા નિવાસી (હાલઃજામનગર,નાઘેડી) ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રમેશચંદ્ર લાભશંકર ભટ્ટ (ઉ.વ.૬૯) તે સ્વ. લાભશંકર ત્રિભોવનદાસ ભટ્ટ (ધોરાજી) ના પુત્ર, મીનાબેન (ચનીબેન) ના પતિ તથા સ્વ. હર્ષિદાબેન વ્યાસ, નયનાબેન ભટ્ટ, ગીરીશભાઈ ભટ્ટ, સ્વ. અરૂણભાઈ ભટ્ટ, સ્વ. સુધાબેન પંડયાના ભાઈ, કેયુરભાઈ, આશિષભાઈ, વિષ્ણુભાઈના પિતા, તથા રાધિકાબેન આશિષભાઈ ભટ્ટના સસરા, સ્વ. રમણીકલાલ ઉમિયાશંકર વ્યાસના જમાઈનું તા. ૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૦, ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન ઔદિચ્ય ખરેડી સમવાય જ્ઞાતિની શાંતા વાડી, કૈલાશપાર્ક, રિલાયન્સ પેટ્રોલપંપવાળો ઢાળીયો, ગુલાબનગર, રાજકોટ રોડ, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ મોટી લાખાણી) વનરાજસિંહ લખુભા જાડેજા (ઉ.વ.૫૯) તે સ્વ. ધર્મેન્દ્રસિંહ, ભરતસિંહ, સંજયસિંહના મોટાભાઈ, વિરેન્દ્રસિંહ, જયદિપસિંહના પિતા, વિશ્વરાજસિંહ, યશપાલસિંહ, ભવદિપસિંહના મોટાબાપુનું તા. ૮ના અવસાન થયું છે.
ખંભાળીયા : સહસ્ત્ર ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના નરેન્દ્રભાઈ શંકરલાલ પંડયા (ઉ.વ.૮૩) (પૂર્વ હોમગાર્ડ સભ્ય) તે સંજયભાઈ તથા કપીલભાઈના પિતા, સુજલના દાદા, પંકજભાઈના કાકાનું તા. ૬-૭-૨૫ ના અવસાન થયું છે.