Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે બપોર પછી પેટ્રોલપંપો પર મોડી રાત્રિ સુધી ધસારો રહ્યોઃ તંત્રે કરી ચોખવટ
જામનગર શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જશે, તેવી અફવા ફેલાતા ગઈકાલે સાંજથી જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે અનેક ટુ વ્હીલર, ફોર વ્હીલર સહિતના વાહનોની ઠેર-ઠેર લાંબી કતારો જોવા મળી હતી, જો કે જિલ્લા કલેક્ટર દ્વારા શહેર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નહીં હોવાની સ્પષ્ટતા કરી છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલા નયારા કંપનીના પેટ્રોલ પંપ કે જેમાં ગઈકાલથી જ પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખલાસ થયો છે, અને ઉપરથી સપ્લાય અટક્યો છે. ભાવ વધારો લાગુ થવાના કારણે અને ખાડી યુદ્ધની સીધી અસર જોવા મળી રહી હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું, જેથી બાકીના અન્ય પેટ્રોલ-ડીઝલના પંપ ઉપર લોકોનો ધસારો જોવા મળ્યો હતો. ગઈકાલે બપોર પછી જામનગર શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ તેમજ ડીઝલ ભરાવવા માટે અનેક વાહનોની લાંબી લાંબી કતાર લાગેલી જોવા મળી હતી, અને આ મામલે શહેરમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. શહેરમાં મોડી રાત્રિ સુધી અનેક પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે, આ સંદર્ભમાં જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે, શહેર-જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત નથી, અને લોકોએ ગભરાવાની જરૂર પણ નથી, અને જિલ્લાના અનેક પેટ્રોલ પંપમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial