Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં હુમલાની ફરિયાદ પછી વળતી રાવઃ
જામનગર તા. ૧૧: જામનગરના જૂની અપના બજાર રોડ પર બરફના ગોલાનો વ્યવસાય કરતા એક વેપારીને ત્યાં ચાર શખ્સે પાઈપ સાથે જઈ ગાળો ભાંડવા ઉપરાંત માર મારવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આઠેક મહિના પહેલાં કરાયેલી એક ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સે ધમકાવ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં વંડાફળી પાસે વસવાટ કરતા અને જૂની અપના બજારવાળા રોડ પર ઠંડા પીણા, ગોલાનો વેપાર કરતા ભરત કાનજીભાઈ ઢાપા ઉર્ફે ભલાભાઈ ગઈ તા.રપની સાંજે પોતાની દુકાને હતા ત્યારે રાહુલ અશોક રાઠોડ, હાર્દિક ઉર્ફે પાણો, ભાવેશ જોઈ તથા સાગર ચૌહાણ નામના ચાર શખ્સ પાઈપ સાથે ધસી આવ્યા હતા.
આઠેક મહિના પહેલાં ભરતભાઈએ મારામારી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે બાબતનો ખાર રાખી આ શખ્સોએ ભરતભાઈને ગાળો ભાંડી હતી અને રાહુલ અશોકભાઈએ માર મારવાની ધમકી આપી હતી. ભરતભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial