Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. સ્નેહી-સ્વજનના કામમાં વ્યસ્તતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
સિઝનલ ધંધામાં તમારે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૬
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં સરળતા જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮
Cancer (કર્ક: ડ-હ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. નાણાકીય કામમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૫-૯
Leo (સિંહ: મ-ટ)
દેશ-પરદેશના કામકાજ અંગે, આયાત-નિકાસના કામ અંંગે મુલાકાત થઈ શકે. ભાઈ-ભાંડુ મદદરૂપ થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં પ્રગતિ થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૫
Libra (તુલા: ર-ત)
આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. હર્ષ-લાભ જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૧
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
જેમ દિવસ પસાર થાય તેમ આપને કામકાજમાં સરળતા રહે. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૪
Capricorn (મકર: ખ-જ)
આપને કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં ઘરાકી આવી જાય. સામાજિક-વ્યાવહારિક કામકાજ થાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહો.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ચિંતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૨