Advertisement
Author: નોબત સમાચાર

ખોડીયાર કોલોની પાસે એપાર્ટમેન્ટમાંથી અંગ્રેજી દારૂની ૩૫૪ બોટલ સાથે યુવક-મહિલા ઝડપાયા

વિશ્રામવાડી પાસેથી ચાર બોટલ સાથે એક પકડાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ગઈકાલે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી એક ફલેટની તલાસી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૩૫૪ બોટલ સાથે એક શખ્સ તથા મહિલા મળી આવ્યા હતા. દારૂ, મોબાઈલ મળી રૂ।. પોણા બે લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. વિશ્રામવાડી પાસેથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે ઝડપાઈ ગયો છે.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા રાજ ચેમ્બર પાછળ એક એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા શખ્સ પાસે ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીના ક્રિપાલસિંહ, અજય વીરડાને મળતા પીઆઈ વી.એમ.લગારીયાને વાકેફ કરાયા પછી ગઈકાલે બપોરે એલસીબી ટીમે રાજ ચેમ્બર પાછળ ગીરધરનગર એપાર્ટમેન્ટના બ્લોક નં.બી /૩માં દરોડો પાડયો હતો.

આ ફલેટમાં એલસીબીએ તલાસી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની-મોટી ૩૫૪ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે યુવરાજસિંહ કનુભા ચુડાસમા નામના શખ્સની અટકાયત કરાઈ છે. એલસીબીએ રૂ।. ૧,૭૨,૬૦૦નો દારૂ, એક મોબાઈલ કબ્જે કર્યો છે અને રીટાબેન નામના મહિલાની પણ અટકાયત કરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૪ પાસે વિશ્રામવાડી નજીક વસવાટ કરતા રાહુલ મહેશભાઈ ગોહિલ નામના શખ્સને ગઈકાલે બપોરે પોલીસે ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે પકડી પાડયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh