Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાથી હર્ષદ જતી રિક્ષા ભોગાત પાસે ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘૂસી જતાં મુંબઈના પ્રૌઢનું મૃત્યુઃ ત્રણને ઈજા

ભાણવડના મોખાણા પાસે સ્કોર્પિયોને અકસ્માતઃ એક યુવાનનું મૃત્યુઃ ચારને ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: મુંબઈથી દ્વારકા દર્શનાર્થે આવેલા એક પરિવારના વ્યક્તિઓ મંગળવારે દ્વારકાથી હર્ષદ જવા માટે ઓટો રિક્ષામાં રવાના થયા પછી ભોગાત ગામ પાસે એક ટ્રેક્ટરે સજ્જડ બ્રેક મારતા રિક્ષા ઠાઠામાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા અને એક પુરૂષને ઈજા થઈ હતી. જેમાંથી પુરૂષ યાત્રિકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. ગઈકાલે બપોરે ભાણવડના મોખાણા પાસે એક સ્કોર્પિયો ઉંધી વળી જતાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને ચારને ઈજા થઈ છે. લગ્નપ્રસંગમાંથી પરત ફરતા યુવાનોને માર્ગમાં અકસ્માત નડ્યો હતો.

મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલા મુલુંડમાં વસવાટ કરતા તન્વીબેન નિલેશભાઈ ટીટા તથા તેમના પરિવારજનો દ્વારકા દર્શનાર્થે આવ્યા પછી મંગળવારે સાંજે દ્વારકાથી હર્ષદ જવા માટે એક ઓટો રિક્ષામાં રવાના થયા હતા. જેમાં તેઓની સાથે તેમના પિતા નિલેશભાઈ તેમજ અસ્મિતાબેન કમળાબેન વગેરે વ્યક્તિઓ નીકળ્યા હતા.

આ રિક્ષા જ્યારે કલ્યાણપુરના ભોગાત ગામથી લાંબા ગામ વચ્ચે જેટકોના સબ સ્ટેશન પાસે પહોંચી ત્યારે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રેક્ટરે રિક્ષાને ઓવરટેક કર્યા પછી આગળ જઈને સજ્જડ બ્રેક મારી હતી. જેના પગલે રિક્ષા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળ ઘૂસી ગઈ હતી. રીક્ષામાં જઈ રહેલા તન્વીબેન, અસ્મિતાબેન, કમળાબેન તથા નિલેશભાઈને ઈજા થઈ હતી.

તમામ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી નિલેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં તન્વીબેને ટ્રેક્ટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરડી ગામના પુંજાભાઈ કારાભાઈ કોડીયાતર તેમજ લાખાભાઈ સાંગાભાઈ કોડીયાતર (ઉ.વ.ર૪) અને અન્ય ચાર વ્યક્તિ ગઈકાલે જીજે-૩૭-બી ૬૬૮૮ નંબરના સ્કોર્પિયોમાં ભાણવડના મોડપર ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભાગ લેવા માટે ગયા હતા.

ત્યાંથી ઉપરોક્ત વ્યક્તિઓ ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે પાછતરડી પરત જવા માટે નીકળ્યા ત્યારે મોખાણા ગામ પાસે એક ફેક્ટરી નજીક પુંજાભાઈ કારાભાઈએ બેફિકરાઈથી સ્કોર્પિયોનું ડ્રાઈવીંગ કરતા આ મોટર ગોથું મારી ગઈ હતી. ત્યાં હાજર વ્યક્તિઓ દોડી આવ્યા હતા. તેઓએ મોટરમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી.

હોસ્પિટલ ખસેડાયેલા લાખાભાઈ સાંગાભાઈ કોડીયાતરનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. બાકીના ચારેક વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે. ભીમાભાઈ પરબતભાઈ કોડીયાતરે ભાણવડ પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક પુંજાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh