Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના આહિર એક્ટીવ ગ્રુપ આયોજીત
જામનગર તા. ૧પઃ જામનગરના આહિર એક્ટિવ ગ્રુપ દ્વારા આહિર સમાજના ખેલાડીઓ માટે "સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રોફી-ર૦રપ-ર૬" ઓપન ગુજરાત ટેનીસ બોલ ડે-ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક ફાઈનલ મેચ સાથે સફળતાપૂર્વક સમાપ્ત થઈ હતી.
તા. ર૩-ડિસેમ્બર-ર૦રપ થી જામનગર-ખંભાળીયા બાયપાસ પાસે, ટી પોસ્ટ પાસેના મેદાનમાં આયોજીત આ ટુર્નામેન્ટમાં આહિર સમાજની ૧૧ર ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં રામ ઈલેવન ગુડ ટીમ અને શક્તિ બી ઈલેવન કચ્છ-ભુજ વચ્ચે ભારે ફાઈનલ મેચમાં "રામ ઈલેવન ગુડ" રોમાંચક વિજય સાથે ચેમ્પીયન થઈ હતી.
ફાઈનલ મેચ નિહાળવા અને ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા બહોળી સંખ્યામાં ક્રિકેટપ્રેમી લોકો સવારથી સાંજ સુધી ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારપછી યોજાયેલ ઈનામ વિતરણ અને સમાપન સમારોહમાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ તથા સંસદસભ્ય પૂનમબેન માડમ, મૂળુભાઈ બેરા (પૂર્વમંત્રી અને ધારાસભ્ય), આહિર સમાજના અગ્રણીઓ દેવશીભાઈ પોસ્તરીયા, જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવા, આહિર સમાજ, જામનગરના પ્રમુખ રણમલભાઈ કાંબરીયા, અમદાવાદ આહિર સમાજના પ્રમુખ અરશીભાઈ આંબલીયા, ખંભાળીયા આહિર સમાજના પ્રમુખ સવદાસભાઈ, પૂર્વ ડે.મેયર પ્રવિણભાઈ માડમ અને કરશનભાઈ કરમુર, કોર્પોરેટરો કેશુભાઈ માડમ, કિશનભાઈ માડમ, રચનાબેન નંદાણીયા, જ્યોતીબેન ભારવાડીયા, રાહુલભાઈ બોરીચા, જિલ્લા - તાલુકા પંચાયતના સદસ્યો, સમાજ અગ્રણીઓ રામદેભાઈ કંડોરીયા, ભરતભાઈ કવાડ, હિતેશભાઈ પીંડારીયા, મસરીભાઈ નંદાણીયા, રામભાઈ દેથરીયા, કરણાભાઈ વાઢીયા, આલાભાઈ જોગલ, હેંમતભાઈ જોગલ, નગાભાઈ ગાધેર, વિક્રમભાઈ બેલા, પરબતભાઈ ભાદર, રમેશભાઈ કંડોરીયા, મહેશભાઈ નંદાણીયા, મહેશભાઈ વારોતરીયા, ભાવેશભાઈ ગાગીયા, દિલીપભાઈ હાથલીયા, લાલભાઈ ગોરીયા, દેવીદાનભાઈ જારીયા, વશરામભાઈ રાઠોડ, રમેશભાઈ ગાગીયા, કનુભાઈ મકવાણા, બિપીનભાઈ ખીમલીયા, મેરૂભાઈ માડમ, રાજુભાઈ ચોચા, પ્રભાતભાઈ ચાવડા વિગેરે આહિર અગ્રણીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.
ચેમ્પિયન ટીમ તથા રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બન્ને ટીમોના ખેલાડીઓને ટ્રેકસુટ અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતાં. મેન ઓફ ધી સીરીઝ, મેન ઓફ ધી ફાઈનલ મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, એમ્પાયરો, કોમેન્ટેટર, સ્કોરર અને ગ્રાઉન્ડ મેન તેમજ પીચ ક્યુરેટરને રોકડ પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરાયા હતાં.
સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચન કરી ૧૯ દિવસથી ચાલતી આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વે ખેલાડીઓને તેમજ આહિર એક્ટીવ ગ્રુપના સર્વે સદસ્યોને સફળ આયોજન બદલ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial