Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૯ - સુર્યાસ્ત : ૬-૨૩
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ વદ-૧૧ :
તા. ૧૪-૦૧-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૩,
મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ અનુરાધા,
યોગઃ ગંડ, કરણઃ કૌલવ
તા. ૧૪ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક સંપત્તિમાં વધારો થાય. સંતાનના કાર્યનો ઉકેલ આવતો જાય. સંયુક્ત મિલકતના પ્રશ્નો ઉકેલાય. વ્યાવસાયિક બાબતે આપના અગત્યના કામનો એક પછી એક ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. ધંધામાં આવક જણાય. આરોગ્ય બાબતે જુની કે વારસાગત બીમારીમાં સુધારો જણાય.
બાળકની રાશિઃ વૃશ્ચિક
ધન સહિત બે રાશિના જાતકોના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન-મુલાકાતથી આનંદ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૯
Cancer (કર્ક: ડ-હ)
આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સિઝનલ ધંધામાં નાણાકિય બાબતોમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપે સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળીને કામકાજ કરવું. નાણાકિય જવાબદારીવાળા કામમાં મુશ્કેલી જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૯
Libra (તુલા: ર-ત)
દેશ-પરદેશના,આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
દિવસના પ્રારંભથી આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનના કામમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૧-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૫
Capricorn (મકર: ખ-જ)
આપે કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળીને રહેવું પડે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના ગણતરી-ધારણા પ્રમાણે કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકિય-સરકારી કામ થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામ અંગે વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવતા રાહત થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૯
સુર્યોદય : ૭-૨૯ - સુર્યાસ્ત : ૬-૨૨
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ વદ-૧૦ :
તા. ૧૩-૦૧-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૨,
મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ વિશાખા,
યોગઃ શૂલ, કરણઃ બવ
તા. ૧૩ જાન્યુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક સુખ-સંપત્તિમાં વધારો થાય. પત્ની-સંતાનનો સાથ-સહકાર સરાહનીય બની રહે. નોકરી-ધંધામાં આપને ન ધારેલી સાનુકૂળતા-સફળતા મળી રહે. આપના કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. નવી તક મળે. ભાઈ-ભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં સારૃં પરિણામ મળે.
બાળકની રાશિઃ તુલા ૧૭:૨૨ સુધી પછી વૃશ્ચિક
મિન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય, કામનો ઉત્સાહ વધે. મહત્ત્વના નિર્ણયો લઈ શકાય.
Aries (મેષ: અ-લ-ઈ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં કોઈને કોઈ મુશ્કેલીનો અનુભવ થાય. મકાન-વાહનના કામ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના રૂકાવટ-વલંબમાં પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૧
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭
Cancer (કર્ક: ડ-હ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬
Leo (સિંહ: મ-ટ)
દિવસ પસાર થતો જાય તેમ આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. વાહન ચલાવવામાં કાળજી રાખવી.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સુસ્તી-બેચેની સાથે પ્રારંભ થયેલો દિવસ પસાર થતો જાય તેમ કામમાં સાનુકૂળતા થતી જાય. પરદેશના કામ થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૯
Libra (તુલા: ર-ત)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપની કામ અંગેની વ્યસ્તતામાં વધારો થતો જાય. મિત્ર વર્ગનો સહકાર મળી રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા થતી જાય. આવેશમાં આવીને કોઈ કામ કરવું નહીં.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૫
Capricorn (મકર: ખ-જ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા અનુભવાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક કામકાજ થઈ શકે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ભાઈ-ભાંડુનો સાથ રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૫
મેષ સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં સ્વાસ્થ્ય સંભાળવું, કાર્યબોજ રહે
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે સ્વાસ્થ્યની સંભાળ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ઋતુગત રોગોની પરેશાની રહ્યા કરે. ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની રાખવી સલાહભરી બની રહે. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઘર-પરિવાર બાબતે જમીન-મકાન, મિલકત અંગેના વિવાદનો અંત આવતો જણાય. નાણાકીય સ્થિતિ નબળી રહેવા પામે. સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. સંતાનનો સાથ-સહકાર મળી રહે. તા.૧૨થી ૧૫ સુખમય, તા.૧૬થી ૧૮ સ્વાસ્થ્ય સંભાળવું.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે નફો-નુકસાન જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક સ્થિતિ મધ્યમ બની રહે, આપની નાણાકીય સ્થિતિ ઉતાર-ચઢાવભરી બની રહે. ઘર-પરિવાર ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બની રહે. વડીલવર્ગ, માતા-પિતા, સ્નેહીજનોના સ્વાસ્થ્ય બાબતે ચિંતા, દોડધામ, ખર્ચ જણાય. સામાજિક, જાહેર જીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે કાર્ય પ્રગતિ થાય. મહત્ત્વના કાર્યાેમાં સફળતા મળે. તા.૧૨થી ૧૫ ખર્ચાળ, તા.૧૬થી ૧૮ મધ્યમ.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે કૌટુંબિક કાર્યાે કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના કાર્યાેમાં સહભાગી બનતા જણાવ. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. આપને આપના કાર્યક્ષેત્રે મહત્ત્વની તકો પ્રાપ્ત થાય. સફળતા અને પ્રગતિના માર્ગાે ખુલતા જણાય. આર્થિક રોકાણ માટે સમય સાનુકૂળ બની રહે. કાર્યબોજને કારણે શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. ધાર્મિક, માંગલિક કાર્યાેનું આયોજન થાય. સંતાન બાબતે ચિંતા રહે. તા.૧૨થી ૧૫ લાભદાયી, તા.૧૬થી ૧૮ પારિવારિક કાર્ય થાય.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે સુખ-દુઃખ જેવો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. નાણાકીય બાબતે તંગીનો અનુભવ થાય. હાલ મોટા આર્થિક રોકાણો મુલતવી રાખવા. આરોગ્ય સુખાકારી ઉત્તમ જળવાઈ રહે. જૂના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં એક-મેકનો સાથ-સહકાર મળી રહે. રાજકીય-સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય કષ્ટદાયક પુરવાર થાય. શત્રુ-વિરોધીઓ હાવિ થતા જણાય. તા.૧રથી ૧પ મિશ્ર, તા.૧૬થી ૧૮ સ્વાસ્થ્ય સુધરે.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. કોઈ નવી અને મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશે. યાત્રા-પ્રવાસ મજાનો પુરવાર થાય. પણ સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થાય. કૌટુંબિક સંબંધોમાં આપની લાગણીઓ ઉપર કાબુ રાખવો. દિલની જગ્યાએ દિમાગથી કામ લેશો તો સફળતા મેળવી શકશો. તા.૧રથી ૧પ સારી, તા.૧૬થી ૧૮ લાભદાયી.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન રાજકીય-પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને વિશેષ માન-સન્માન પ્રાપ્ત થાય. વિદ્યાર્થીવર્ગને નવી રાહ-નવી દિશા મળી રહે. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય બની રહે. શારીરિક તથા માનસિક સ્વસ્થતા મેળવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા.૧રથી ૧પ નવીન તક મળે, તા.૧૬થી ૧૮ સાનુકૂળ.
Libra (તુલા: ર-ત)
તમારા માટે પરિશ્રમદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપજો. આપ જેટલા પરિશ્રમ કરશો. તેટલું પરિણામ આપ મેળવી શકશો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધુરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. તેના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહ્યા કરે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિતર ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. તા.૧૨થી ૧૫ આનંદદાયી, તા.૧૬થી ૧૮ કાર્યશીલ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે આનંદાદયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તના સમયગાળા દરમિયાન ઘર-પરિવારના સભ્યો સાથે આપ માનસિક રીતે પ્રસન્ન રહી શકશો. ચિંતાઓ-જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. આપે આપની લાગણીઓ ઉપર કાબુ રાખવો, નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ-વિરોધીઓ બાબતે સાવધાન રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. તા.૧રથી ૧પ સાનુકૂળ, તા.૧૬થી ૧૮ આનંદદાયી.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે કામનું ભારત વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન અધુરા કે પડતર કાર્યાેનો ભાર આપના ઉપર સ્પષ્ટ દેખાય. શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. મહેનતના ફળ મીઠા સમજવા. સામાજિક ક્ષેત્રે મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત ફળદાયી થઈ શકે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ પુરવાર થાય. વિદ્યાર્થી વર્ગને અપેક્ષા અનુસાર પરિણામ પ્રાપ્ત થાય. તા.૧રથી ૧પ કાર્યભાર, તા.૧૬થી ૧૮ મિલન-મુલાકાત.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે આત્મચિંતન કરાવનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરવામાં વ્યસ્ત રહેશો. નાની-મોટી મુસાફરી-પ્રવાસનું આયોજન શક્ય બને. કૌટુંબિક ક્ષેત્રે આનંદભર્યું વાતાવરણ જોવા મળે. વડીલવર્ગ સાથે મતભેદ હશે તો દૂર થાય. નાણાકીય રીતે સમય નબળો પુરવાર થાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય કરવા આકર્ષાતા જણાવ. તા.૧રથી ૧પ ખર્ચ-વ્યય, તા.૧૬થી ૧૮ મિશ્ર.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધામાં લાભદાયી તકો પ્રાપ્ત થાય. નાણાની પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતાં ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. શત્રુ-વિરોધીઓથી નુકસાન થવાની સંભાવના જણાય છે સાવચેત રહેવું. સલાહભર્યું છે. આરોગ્ય બાબતે ઋતુગત બીમારીઓથી સાવચેત રહેવું. જાહેર સમારોહમાં હાજરી આપવાથી વ્યસ્તતા જણાય. તા.૧રથી ૧પ લાભદાયી, તા.૧૬થી ૧૮ ખર્ચાળ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મુકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ શત્રુ-વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે અનુકૂળતા રહે. મોજ-શોખ પાછળ ખર્ચ થાય. તા.૧રથી ૧પ વ્યાવસાયિક લાભ, તા.૧૬થી ૧૮ મધ્યમ ફળદાયી.
સુર્યોદય : ૭-૨૯ - સુર્યાસ્ત : ૬-૨૨
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, માગશર વદ-૧૧ :
તા. ૧૨-૦૧-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૧,
મુસ્લિમ રોજઃ ૨૨, નક્ષત્રઃ સ્વાતિ,
યોગઃ ધૃતિ, કરણઃ વણિજ
તા. ૧૨ જાન્યુઆરીના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાયસાયિક બાબતે કામકાજમાં સાનુકૂળતા રહે. સરકારી-ખાતાકીય કામમાં દોડધામ-વ્યસ્તતાનો અનુભવ થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. જુની વારસાગત બીમારીમાં સાવધાની રાખવી. યાત્રા-પ્રવાસમાં વિલંબ થતો જણાય. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે કાર્યરત બની રહો. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ તુલા
મેષ સહિત બે રાશિના જાતકોને અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતા રાહત જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના રૂકાવટ-વિલંમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાન સાથે મતભેદ ટાળવા.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે સાસરીપક્ષ-મોસાળપક્ષના કામકાજ અંગે વ્યસ્ત રહેવાનું બને. કામ ઉકેલાતા રાહત થતી જાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૪
Cancer (કર્ક: ડ-હ)
આપે સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. સામાજિક-વ્યાવહારિક કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૭
Leo (સિંહ: મ-ટ)
સુસ્તી-બેચેની સાથે પ્રારંભ થયેલો દિવસ જેમ પસાર થાય તેમ રાહત થતી જાય. આપના કામમાં સરળતા થતી જાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૫
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ-ખરીદી થાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૪
Libra (તુલા: ર-ત)
કામકાજની વ્યસ્તતા સાથે દિવસનો પ્રારંભ થાય. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ ધીરે ધીરે ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. કામ કરવામાં ધ્યાન રાખવું. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દિવસનો પ્રારંભ સારો રહે પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને વ્યગ્રતા-બેચેની જણાય. કામમાં પ્રતિકૂળતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૭
કન્યા સહીત ત્રણ રાશિને આવનારું સપ્તાહ લાભદાયી રહે, સ્વાસ્થ્ય સુધરે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે નવી દિશાઓનું નિર્માણ કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. પારિવારિક ક્ષેત્રે મતભેદ કે મનદુઃખ હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી ચેતીને રહેવું. સંભાળ તથા શાંતિપૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માન મળે. તબિયત સારી રહે. તા. પ થી ૮ મિશ્ર. તા. ૯ થી ૧૧ સાનુકૂળ
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે આરોગ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ પુનઃ આપની સ્વાસ્થ્ય સુખાકારી પ્રાપ્ત કરી શકશો. જુના દર્દો અને તકલીફોમાંથી મુક્તિ મેળવી શકશો. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. માનસિક સ્થિતિ ડામાડોળ થતી જણાય. વધારાનું કાર્ય કે જવાબદારી માથે આવવાથી વ્યસ્તતાનો અનુભવ થાય. દાંપત્યજીવનમાં મધૂરપ જોવા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નાણાકીય સ્થિતિ સામાન્ય રહે. તા. પ થી ૮ કાર્યબોજ. તા. ૯ થી ૧૧ સ્વાસ્થ્ય સુધરે.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની નાણાકીય સ્થિતિ તંગ બનતી જણાય. આવકની સામે ખર્ચનું પ્રમાણ લગભગ બમણું થતું જોવા મળે. નિશ્ચિત આયોજન સાથે આગળ વધશો તો લાભદાયી બની રહેશે. સામાજિક ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત થતી જણાય. આપના કાર્યોને વખાણવામાં આવે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. ધાર્મિકકે માંગલિક પ્રસંગનું આયોજન થાય. તા. પ થી ૮ આર્થિક આયોજન. તા. ૯ થી ૧૧ સ્વાસ્થ્ય સુધરે.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર નીકળવા માટેના માર્ગ શોધી શકશો. આપ આપના સ્નેહીજનો-પરિવારજનો સાથે સમય વિતાવી શકશો. સંબંધો વધુ ગાઢ બનતા જણાય. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજ-શોખ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતાનો અનુભવ થાય. તા. પ થી ૮ સાનુકૂળ. તા. ૯ થી ૧૧ વાદ-વિવાદ ટાળવા.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આકર્ષાતા જણાવ, જેના કારણે આર્થિક ક્ષેત્રે નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન, રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે છે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. તા. પ થી ૮ ખર્ચાળ. તા. ૯ થી ૧૧ સારી.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ આર્થિક લાભ થવાની સંભાવના જણાય છે લાંબાગાળાનું રોકાણ આપ સમયમાં શક્ય બને. અધુરા રહેલા પારિવારિક કાર્યો પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પૂરવાર થાય. વાદ-વિવાદ કે મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે સમય નરમ-ગરમ રહેવા પામે. સામાજિક જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધ રહેવું. તા. પ થી ૮ વ્યસ્તતા. તા. ૯ થી ૧૧ લાભદાયી.
Libra (તુલા: ર-ત)
આપના માટે વ્યસ્તતાભર્યું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે, જો કે મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલ મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. તા. પ થી ૮ વ્યસ્તતા. તા. ૯ થી ૧૧ ખર્ચાળ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે મુસાફરીદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના સભ્યો સાથે કોઈ પ્રવાસ કે મુસાફરીની મજા માણી શકશો, જો કે પ્રવાસ ખર્ચાળની સાથે સાથે મજાનો પણ સાબિત થાય. સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું જરૂરી જણાય છે. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સમય સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગે સાવચેતી રાખીને કામકાજ કરવા સલાહ છે. કોર્ટ-કચેરી, કાનૂની બાબતે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. તા. પ થી ૮ ખર્ચાળ. તા. ૯ થી ૧૧ યાત્રા-પ્રવાસ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે સમસ્યાઓનું નિરાકરણ લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવનારો સમય આપના માટે શુભ પરિણામ લાવી શકે છે. વ્યાપાર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્યનો સાથ મળતા આર્થિક પ્રગતિ શક્ય બને. વ્યાપાર વર્ગ માટે નવી ધંધાકીય માલ-સામાનની ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. યાત્રા-પ્રવાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્યજીવનમાં મધૂરતા જળવાઈ રહે. તા. પ થી ૮ સારી. તા. ૯ થી ૧૧ ખર્ચ-ખરીદી.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા આપ તત્પર બનશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. આરોગ્ય અંગે સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. યાત્રા-પ્રવાસ થાય. તા. પ થી ૮ સ્વાસ્થ્ય સુધરે. તા. ૯ થી ૧૧ કૌટુંબિક કાર્ય થાય.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે તડકા-છાંયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આર્થિક નિર્ણયો સમજી-વિચારીને લેવા. ખર્ચ-ખરીદીમાં કાળજી રાખવી અન્યથા નુક્સાની થવાની શક્યતા જણાય છે. પારિવારિક સંબંધોમાં ભાઈ-ભાંડુ સાથે અણબનાવ કે મતભેદ હશે તો દૂર થાય. દાંપત્યજીવનમાં જીવનસાથી સાથે સંબંધો મિઠાસભર્યા રહે. આરોગ્ય બાબતે સંભાળ રાખવી. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો યોગ્ય નિકાલ આવે. તા. પ થી ૮ સામાન્ય. તા. ૯ થી ૧૧ સારી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે મિલન-મુલકાત કરાવનારૂ સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેરજીવન ક્ષેત્રે મિલન-મુલાકાતના પ્રસંગો બને. માન-સન્માનમાં વધારો થાય. આપના કાર્યો તથા પ્રયાસોને બિરદાવવામાં આવે. ધંધા-વ્યવસાય ક્ષેત્રે એકંદરે પરિસ્થિતિ સામાન્ય રહેવા પામે. ધાર્યો લાભ મેળવવા માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. પ થી ૮ સામાજિક કાર્ય થાય. તા. ૯ થી ૧૧ મિશ્ર.