Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેતાલીસ મુદ્દાઓનો જમ્બો એજન્ડા
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા નગરપાલિકાની સામાન્ય સભા ચાર માસ પછી તા. ૧૮-૭-૨૫ના બપોરે ૧૨ વાગ્યે પાલિકા હોલમાં પ્રમુખ રચનાબેન મોટાણીની અધ્યક્ષતામાં યોજાનાર છે. જેમાં ૪૨ જમ્બો વિકાસલક્ષી એજન્ડા છે.
ફાયર સેવાના કાયમી કર્મીઓને તાલીમમાં મોકલવા, સ્વચ્છતા ઝુંબેશમાં એક માસ માટે આઉટ સોર્સથી કર્મચારીઓ રાખવા, લેગેસી વેસ્ટનો નિકાલ કરવો, કર્મચારીઓને હડતાલનો પગાર ચૂકવવો, હોર્ડીંગ લગાવવા એજન્સી નક્કી કરવા તથા જગ્યાઓ વધારવા, ફીક્સ પગાર કર્મીઓના પગાર વધારવા, જન્મ-મરણ શાખાના સબ રજિસ્ટ્રાર તરીકે રાજેશ જોશીની નિમણૂક કરવી, વેરા શાખાની એજન્સીને નવા ભળેલા વિસ્તારો સોંપવા, જમીનોના ભાડાપટ્ટા અંગે પુનઃવિચારણા દર વધારામાં કરવી, ન.પા. કચેરીમાં સખી મંડળની કેન્ટીન ચાલુ કરવા, સેલ્ટર હોમના સંચાલન માટે એજન્સી નક્કી કરવા, જરૂરિયાત મુજબ ફર્નિચર ખરીદી કરવાના મુદૃાઓનો સમાવેશ કરાયો છે.
અનેક ગ્રાન્ટોમાંથી વિકાસકાર્યો
ખંભાળીયા પાલિકાને સ્વર્ણિમ જયંતી યોજના, રોડ રીસરફેસીંગ ગ્રાન્ટ, એન.યુ.એમ.એલ. ગ્રાન્ટ, વિ. ગ્રાન્ટોમાંથી તથા સદસ્યોની રજૂઆતો પરથી કામો નક્કી કરવા, ન.પા.માં નવા ભળેલા ચારેચાર ગ્રામ પંચાયત વિસ્તારોનું રેકર્ડ મંગાવવા, ખંભાળીયા વિસ્તાર વિકાસ મંડળ ખાડા પાસે જમા ગ્રાન્ટને ખંભાળીયા શહેરમાં વાપરવા માંગવા, ખામનાથ કેનેડી બ્રિજને હેરિટેજ ગણવા તથા બાકીની ગ્રાન્ટ ફાળવવા સરકારમાં દરખાસ્ત કરવા, ઘી ડેમમાં જનરેટર સેટ ખરીદવા, રિલાયન્સ કંપનીને શહેરમાં કેબલ નાખવા મંજુરી આપવા, જડેશ્વર ટેકરી પર સ્ટેપ ગાર્ડન બનાવવા, ધીરજલાલ નરશીભાઈ ટાકોદરાને જગ્યા વેચાણથી આપવા સહિત મુદ્દાનો સમાવેશ એજન્ડામાં થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial