Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'રસ્તે પે રસ્તા ખડા હો ગયા હૈ, શહેર જૈસે અબ બડા હો ગયા હૈ'
ગગનચુંબી ઇમારતો અને ઓવરબ્રીજ એ વિકસતા મહાનગરોની ઓળખ હોય છે. કારણકે પ્રગતિ કરતા શહેરમાં અવિરત વધતી વસ્તી માટે રહેઠાણ - વ્યવસાય માટે હાઇરાઇઝ બિલ્ડીંગો તથા ટ્રાફિક નિયમન માટે ઓવરબ્રીજ બનાવવા અનિવાર્ય થઇ જાય છે. આ માપદંડોને ધ્યાને લઇએ તો જામનગર પણ હવે મહાનગર તરીકેની ઓળખ મેળવે એવો ઓવરબ્રીજ તૈયાર થઇ ગયો છે. કુલ રુ. ૨૨૬ કરોડનાં ખર્ચે સાકાર થયેલ સાત રસ્તાથી સુભાષબ્રિજ સુધીનાં સૌરાષ્ટ્રનાં સૌથી લાંબા ૩.૫ કિ.મી. લાંબા ઓવરબ્રીજનાં લોકાપર્ણની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બ્રીજ પર લાઇટીંગ કર્યા પછી તેનો આકાશી નજારો આકર્પક લાગે છે જે પ્રસ્તુત તસ્વીરમાં નિહાળી શકાય છે.બ્રીજની નીચે વિવિધ કોમર્શીયલ તથા સેવાકીય સુવિધાઓ વિકસાવી જગ્યાનો ચતુરાઈ પૂર્વક ઉપયોગ કરવાનું પણ તંત્રનું આયોજન છે જે શહેરને કાગળ ઉપરની વાતોથી વધુ જમીન ઉપર પણ 'સ્માર્ટ સિટી' બનાવવાનાં પ્રતિકરૂૂપ બની રહેશે.ઓવરબ્રીજનો ઝગમગાટ નિહાળી જનતામાં તેનાં લોકાર્પણની ઉત્કંઠા પ્રબળ બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial